ગાંધીનગરઃ કોરોના વાઇરસની મહામારીના કારણે ઘણા લોકોના કામ ધંધા બંધ હતા, પરંતુ મનોરંજન ક્ષેત્રે એવુ છે કે, જે આ મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી ખુલ્લું મુકવામાં આવ્યું નથી. પરિણામે મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના કલાકારો અને કસબીઓ બેરોજગાર બન્યા છે. ત્યારે તેમને થોડી આર્થિક સહાય મળે, તે માટે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ આજે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.
મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા કલાકારોની મદદ માટે ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - ધારાસભ્ય
ધારાસભ્ય હિતુ કનોડિયાએ મનોરંજન ક્ષેત્રે સંકળાયેલા કલાકારોને મદદ કરવા માટે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ સાથેની પૂરતી તકેદારી સાથે નાના પ્રોગ્રામ ચાલુ કરવાની મંજૂરી સરકાર આપવી જોઈએ.
ઈડરના ધારાસભ્ય
ચોમાસું સત્રની બીજી વિધાનસભાની બેઠકમાં હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ સાથેની પૂરતી તકેદારી સાથે નાના પ્રોગ્રામ ચાલુ કરવાની મંજૂરી સરકાર આપે, તેવું ઈડરના ધારાસભ્ય ઇચ્છી રહ્યા છે. કલાકારો કોરોના વાઇરસની મહામારીમાં પણ લોકોમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે.
નવરાત્રી ઉજવવા વિશે બોલતા હિતુ કનોડિયા જણાવ્યું હતું કે, ચોક્કસ નવરાત્રીનું સામૂહિક આયોજન કરવું જોઈએ નહીં. કારણ કે, કોરોના વાઇરસ અત્યારે પોતાની ગંભીરતાની ટોચ પર છે.