- વિરોધ સાથે વિધાનસભાની થઈ શરૂઆત
- કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો બેનર સાથે વિરોધ
- પેટ્રોલ ડીઝલ અને ગેસના વધેલા ભાવને લઈ કરાયો વિરોધ
ગાંધીનગર: ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે કોંગ્રેસના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અનોખા વિરોધ સાથે MLA ક્વાર્ટરથી વિધાનસભા સંકુલ પહોંચ્યા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે ગુલાબસિંહ રાજપૂતે સાઈકલ પર સવારી કરીને પેટ્રોલ અને ડીઝલના વધારાના ભાવનું બેનર પહેરીને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.
વિધાનસભા ગૃહમાં હવે થશે બબાલ
કોંગ્રેસ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 30 દિવસ ચાલનારી આ વિધાનસભાની કાર્યવાહીમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત યુવાનોને રોજગારી અને અનેક મુદ્દાઓ ઉપર સરકારને સવાલ કરવામાં આવશે, ત્યારે વિધાનસભા ગૃહમાં 30 દિવસમાં વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે યુદ્ધ પણ થશે. જ્યારે ગ્રુપમાં અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ વોકઆઉટ કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.