ગાંધીનગરઃ જે રીતે બીજા રાજ્યમાં કમળ ખીલવવા નેતાઓને કામ સોંપાઈ ગયા છે એમ હવે ગુજરાતમાં ધારાસભ્યોને ટાસ્ક આપવા તખ્તો તૈયાર થઈ રહ્યો છે. બજેટ સત્ર બાદ ગુજરાતના ધારાસભ્યોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં આગામી ચૂંટણીની રણનીતિ અંગે પાસા ગોઠવાઈ શકે છે. જોકે આ વિશે કોઈ એ મગનું નામ મરી પાડ્યું નથી. પણ બેઠક ચૂંટણીલક્ષી હોવાનું ચોક્કસ મનાય છે.
આ પણ વાંચો Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી
26 ટાર્ગેટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે 156 બેઠક સાથે વિજય મેળવ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠકમાં જીત મેળવવાની આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હીમાં પીએમ મોદીએ આપેલ તમામ સૂચના ધારાસભ્યોને આપવામાં આવી હતી. જેમાં સૂત્ર તરફ થી મળતી માહિતી મુજબ રાજ્યની 26 બેઠકો પર કોઈ પણ પ્રકારની રાજનીતિ, ફરિયાદ, સામાન્ય જનતા ના પ્રશ્નો અને મુશ્કેલીઓ ના સમાધાન અને નિકાલ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા, કોઈ લન ધારાસભ્યએ પાર્ટીને નુકશાન થાય તેવું નિવેદન ના આપવું જેવી સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યપ્રધાનની મુલાકાત સંગઠનને જવાબદારી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. જ્યારે પાટીલની ટર્મ પણ હવે જુલાઈ મહિના પૂર્ણ થવાની છે. ત્યારે મળતી માહિતી મુજબ અને પાટીલના પરફોર્મન્સ ને ધ્યાનમાં લઈને ટર્મમાં વધારો કરાય તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી સુધી સીઆર પાટીલના યથાવત રાખવામાં આવશે. ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત સંગઠનને અલગ અલગ કામગીરી અને જવાબદારી પણ સોંપવામાં આવશે.
જીતની હેટ્રીક:છેલ્લી 2 લોકસભા ચૂંટણીથી ભાજપની તમામ બેઠકો પર જોર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભાની કુલ 26 બેઠક છે. જ્યારે વર્ષ 2014 ની લોકસભાની બેઠકમાં પણ તમામ 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવારના વિજય થયો હતો. ત્યારબાદ વર્ષ 2019 માં યોજાયેલી યોજાતી લોકસભાની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ઉપર ભાજપનો જ વિજય થયો હતો. ત્યારે હવે 2024 માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 બેઠક મેળવીને જીતની હેટ્રીક કરવાની તૈયારીઓ અને આયોજન કરવામાં આવ્યું છે. આમ 2026-24 માં પણ તમામ બેઠકો ભાજપ જીતે તે રીતનું આયોજન અને સૂચનાઓ તમામ ધારાસભ્યોને આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો Gandhinagar News : રૂપિયા, દારૂ, ચવાણું વેચ્યું છે એટલે લોકોએ મત આપ્યા, કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ
પુરા ભારતમાં કમળ: ભાજપ અત્યારથી જ રાજનીતિના મેદાનમાં દાવ-પેચ રમવા માટે ઉતરી ગઇ છે. ઘણી વખત તો એવું લાગે છે કે રાજરમતમાં કોની જીત થશે તે કહેવું બહુ જ કઠિન બની જતું હોય છે. કારણ કે ઘણી વખત રાજનીતી બંધ બાંરણને પણ રમાઇ જતી હોય છે. જેના સાક્ષી કોઇ હોતા નથી. તેના કારણે આભનું અને રાજનીતિમાં શું થશે. તે કહેવું કઠિન છે. બીજી બાજૂ વાતાવરણ ભલે મિશ્ર ચાલી રહ્યું હોય પરંતુ ભાજપનો એક જ મંત્ર પુરા ભારતમાં કમળ ખીલવું જોઈએ. જેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે.