ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં અત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ધમધમી રહ્યું છે. તેમાંય અમદાવાદથી ગાંધીનગર પહોંચડતા રુટ પર યુદ્ધના ધોરણે કામકાજ થઈ રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ-2 એટલે કે મોટેરાથી ગાંધીનગરના રુટ પર સી-2 પ્રોજેક્ટનું કામ પણ રાત દિવસ ચાલી રહ્યું છે. આ રુટ ભાઈજીપુરાથી ચ-2 સુધી મુસાફરોને પહોંચાડશે. આજે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ પ્લેસ પર પહોંચ્યા હતા.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફેઝ-2નું નિરીક્ષણ કર્યુ
ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 જેમાં ભાઈજીપુરાથી ચ-2 સુધીના માર્ગનો સમાવેશ થાય છે તેનું નિરીક્ષણ કર્યુ. આજે સવારે મુખ્ય પ્રધાન અધિકારીઓના કાફલા સાથે મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-2ના નિર્માણ સ્થળે રુબરુ પહોંચી ગયા હતા. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Metro Rail Project Phase-II CM Bhupendra Patel
Published : Dec 8, 2023, 2:45 PM IST
મુખ્ય પ્રધાને બારીકાઈથી કર્યુ નિરીક્ષણઃ આજે સવારે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2ના સી-2 પ્રોજેક્ટ પ્લેસ પર મુખ્ય પ્રધાન પહોંચ્યા હતા. આ સાડા રુટ સાડા છ કિલોમીટર લાંબો રુટનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. મુખ્ય પ્રધાને આ સ્થળે થઈ રહેલ નિર્માણ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ અને ટેકનિકલ વિગતો પણ મેળવી હતી. આ પ્રોજેક્ટ પ્લેસ બાદ મુખ્ય પ્રધાન વિસતથી નર્મદા કેનાલ પર થઈને કોબો સર્કલના રુટ પર થઈ રહેલ નિર્માણકાર્યનું પણ નિરીક્ષણ કર્યુ હતું. મેટ્રો પ્રોજેક્ટના આ ફેઝમાં ધોળાકુવા, રાંદેસણ અને ગિફ્ટ સિટી જેવા સ્ટેશન્સનો સમાવેશ થાય છે.
અધિકારીઓનો કાફલોઃ મુખ્ય પ્રધાન મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2નું નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે અધિકારીઓનો કાફલો હતો. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ કૈલાસનાથન, મુખ્ય પ્રધાનના સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, એસ.એસ. રાઠોર, વરિષ્ઠ સચિવો તેમજ મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને મેટ્રો રેલ પ્રોજેક્ટના ચ-2 સુધી પહોંચનારા ફેઝ-2ના સી-2 પ્રોજેક્ટ વિશે અધિકારીઓ સાથે વિગતે વાતચીત કરીને માહિતી મેળવી હતી.