ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ કહ્યું હતું કે, ભાજપમાં કૉંગ્રેસીઓને સ્થાન આપવામાં(Congress workers joined BJP) આવશે નહીં. પરંતુ ફરી વખત તેમના વચન ઠાલા નીવડ્યા છે. આજે મહેસાણાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 150 જેટલા કાર્યકરો ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની (BJP general secretary Pradipsinh Vaghela)ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે.
ભાજપ આમંત્રણ આપતું નથી પણ ખેંચી લાવે છે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil)અને અન્ય ભાજપના હોદ્દેદારો ભલે એમ કહેતા હોય કે ભાજપ અન્ય પાર્ટીના કાર્યકરોને આમંત્રણ આપતું નથી. પરંતુ ખરેખરમાં ભાજપના કાર્યકરોને અન્ય પાર્ટીના મહત્વના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપ સાથે જોડવા માટેની જવાબદારી આપવામાં આવે જ છે.
કૉંગ્રેસનું ડૂબતુ જહાજ
આમ આદમી પાર્ટીમાંથી(Aam Aadmi Party )જેવી રીતે કોર્પોરેટરો અને કાર્યકરો ભાજપમાં જોડાયા. તેવી જ રીતે કૉંગ્રેસમાંથી પણ હવે કાર્યકરો અને પદાધિકારીઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહની કૉંગ્રેસથી નારાજગી પણ હવે જગજાહેર છે. તેઓ જે જિલ્લામાંથી આવે છે તેવા મહેસાણા જિલ્લાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા, બેચરાજી તાલુકાના પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુભાઈ પ્રજાપતિ, બેચરાજી તાલુકાના પંચાયતના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઈશ્વર રાઠોડ, માંડલ તાલુકાના પૂર્વ અધ્યક્ષ દાનુભા ઝાલા સહિત 150 કૉંગ્રેસી કાર્યકર ભાજપમાં જોડાયા છે.
પ્રદીપસિંહ વાઘેલાના કૉંગ્રેસ પર પ્રહાર