ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં ઉર્જા વિભાગની પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ

ગાંધીનગરઃ રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા પડતર પ્રશ્નો અંગે માસ CL પર ઉતરવાની ચીમકી આપી હતી. જેને લઈને રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ગુરૂવારના રોજ સ્વર્ણિમ સંકુલ 1માં બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક બાદ રાજ્યના વીજ કર્મીઓએ માસ સીએલ પર ઉતરવાની ચીમકી રદ કરી છે. જ્યારે સરકારે પણ પડતર પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

ઉર્જા વિભાગ

By

Published : Nov 14, 2019, 7:48 PM IST

આ બાબતે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ માસ CL પર જવાની ધમકી આપી હતી. જેને લઇને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તેમના પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ટૂંક સમયમાં રાજ્ય સરકારે નિર્ણય કરશે, જ્યારે સાતમા પગાર પંચ બાબતના વિભાગને સાથે રાખીને કામ કરવામાં આવશે. જેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. પરંતુ, જે કર્મચારીઓ દ્વારા હડતાળ પર જવાની ચીમકી આપી હતી. તે ચીમકી હવે રદ કરવામાં આવી છે અને કોઈપણ કર્મચારીઓ હડતાલ ઉપર જશે નહીં.

ઉર્જા વિભાગની પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ

જ્યારે ઊર્જા વિભાગના કર્મચારીઓના સેક્રેટરી ભગવાન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે સારી બેઠક યોજાઇ છે. જેમાં તમામ પડતર પ્રશ્નોના નિરાકરણ આવ્યું છે. અમારી માંગણી હતી કે, ડિસેમ્બર સુધીમાં તમામ પ્રશ્નોના નિરાકરણ થાય પરંતુ, સરકારના વહીવટી કારણોસર ટૂંક સમયમાં કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે, ત્યારે આજની બેઠકમાં રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તથા ગોરધન ઝડફિયા સહિત ઊર્જા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details