ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં(Gandhinagar Mahatma Temple)લીધી હતી. મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના(AYUSH Investment and Innovation Summit) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા(PM Modi in AYUSH summit 2022)ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના વડાપ્રધાનઉદઘાટન સમારોહ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં (Meeting PM Mauritius and Gujarat CM)ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃMauritius PM visit Varanasi : મોરેશિયસના વડાપ્રધાન તેમના પિતાજીના અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન
મુખ્યપ્રધાનને મોરેશિયસના પ્રવાસે આવવાનું નિમંત્રણ -મોરેશિયસ દ્વારા ગિફટ સટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના વડાપ્રધાનએ પણ ગુજરાતના મુખ્યપ્રધાનને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચોઃPM Modi in AYUSH summit 2022 : આર્યુવેદિક સારવાર અર્થે આવતાં વિદેશીઓને આર્યુવેદ વિઝા અપાશે, પીએમે WHOના વડાને તુલસીભાઈ નામ આપ્યું
સૌજન્ય મુલાકાત બેઠક -મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી વગેરે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં જોડાયા હતા.