- CM વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
- વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2 (Vanbandhu Kalyan Yojana)ના ઝડપી અમલીકરણ માટે યોજાઈ
- વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ(Finance Minister Nitin Pate)દ્વારા વિધાનસભાગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડની 'વનબંધુ કલ્યાણ યોજના'(Vanbandhu Kalyan Yojana)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે જે રીતે કોરોના કેર ઘટી રહ્યા છે, ત્યારે બજેટનું અમલીકરણ ઝડપથી થાય અને બજેટમાં દર્શાવેલો યોજનાનો અમલ પણ થાય તેને લઈને આજે વન બંધુ કલ્યાણ યોજના ભાગ-2 (Vanbandhu Kalyan Yojana)ના અમલીકરણ માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani)અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃમુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા "જન જાગૃતિ ગુજરાત" વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું
આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે નેમ સાથે બેઠક
આ વર્ષના બજેટમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 લાખ કરોડની 'વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ-2'(Vanbandhu Kalyan Yojana) આગામી પાંચ વર્ષ માટે જાહેર કરી છે. આ યોજના હેઠળ મહત્તમ લોકોને લાભ મળે તે માટે આદિજાતિ વિસ્તારનો ટકાઉ વિકાસ થાય તે પ્રકારના કામો કરવા પડશે. આ વિસ્તારમાં તમામ લોકોને આવરી લેતી યોજનાઓ ઉપર વધુ ભાર મૂકવો પડશે જેથી આ વિસ્તારના લોકોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ બદલાવ લાવી શકાશે. તેમ CM રૂપાણીએ(CM Rupani)જણાવ્યું હતું.
આ પણ વાંચોઃલોકડાઉનમાં વિલંબે પડેલી યોજનાના અમલીકરણ માટે બેઠક યોજાઇ, એક ગાય દીઠ 900 રૂ.ની સહાય: આર.સી.ફળદુ
યોજના(Yojana)ના અમલ કરવાની અપાઇ સૂચના
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આદિજાતિના 14 જિલ્લાના લોકોની વર્તમાન જરૂરિયાતને સમજી- જાણીને આ યોજનામાં સામેલ કરવાનું પણ CM રૂપાણી (CM Rupani)અધિકારીઓને આ બેઠકમાં સૂચન કર્યું હતું. આ બેઠકમાં આદિજાતિ વિભાગના સચિવ ડૉ. મુરલીક્રિશ્નાએ આ પ્રસંગે વનબંધુ કલ્યાણ યોજના-2નું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.