ગાંધીનગર ભાજપનો સંયુક્ત મીડિયા વર્કશોપ ભાજપ કાર્યાલય ' કમલમ' ખાતે યોજાયો - ભાજપ કાર્યાલય કમલમ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ નેતૃત્વના સૂચન અને માર્ગદર્શન હેઠળ ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડો.હેમંત ભટ્ટ અને અમદાવાદ મહાનગરના મીડિયા કન્વીનર ડૉ.અમિત જ્યોતિકરની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપનો સંયુક્ત 'મીડિયા વર્કશોપ' પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયો હતો.
● આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને વિવિધ મુદ્દે છણાવટ
● ભાજપ સંગઠનમાં ફેરફારથી મીડિયા કન્વીનર અને પ્રવક્તા પણ બદલાયા છે
● ડેટા અને માહિતી સંગ્રહ ઉપર ભાર
ગાંધીનગરઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ નેતૃત્વના સૂચન અને માર્ગદર્શન હેઠળ ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડો.હેમંત ભટ્ટ અને અમદાવાદ મહાનગરના મીડિયા કન્વીનર ડૉ.અમિત જ્યોતિકરની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપનો સંયુક્ત 'મીડિયા વર્કશોપ' પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયો હતો.
● સરકારી યોજનાનો ડેટા સંગ્રહ કરવા તાકીદ
ઉત્તર ઝોનના મીડિયા કન્વીનર ડૉ. હેમંત ભટ્ટે સ્થાનિક સ્તરે વોર્ડ/ મંડલમાં ભાજપના શાસનમાં થયેલા વિવિધ વિકાસકાર્યો તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના સમયમાં અમલી બનાવાયેલી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને લાભાર્થીઓની 'ડેટા બેંક' બનાવવા પાર ભાર મુકતા જણાવ્યું હતું કે, આજની રાજનીતિમાં 'ડેટા બેંક' અત્યંત મહત્વનું પાસું છે. ભાજપની સરકારની અને સંગઠનની પ્રજાલક્ષી કામગીરીની સચોટ માહિતી મીડિયાના માધ્યમથી જન જન સુધી પહોંચતી કરવી એ માટે મીડિયા વિભાગે સતત કાર્યશીલ રહેવાનું છે.