ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat News: ગુજરાતમાં મોટાપાયે બદલીઓ, 109 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર - IAS Officer Transffer

ગુજરાત રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચાંપવામાં આવ્યો છે. જુદા જુદા વિભાગમાં હાલમાં કાર્યરત અધિકારીઓની બદલીઓના વાવડ મળી રહ્યા છે. જોકે, વિધાનસભાની ચૂંટણી બાદ આ પહેલી વખત આઈએએસ અધિકારીઓની બદલી થઈ રહી છે.

Gujarat News: ગુજરાતમાં મોટાપાયે બદલીઓ, 109 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર
Gujarat News: ગુજરાતમાં મોટાપાયે બદલીઓ, 109 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર

By

Published : Mar 31, 2023, 7:30 PM IST

Updated : Mar 31, 2023, 8:38 PM IST

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિભાગમાં કામ કરી રહેલા આઈએએસ અધિકારીઓની બદલીનો પરિપત્ર તૈયાર થઈ ગયો છે. જેમાં દસ જેટલા આઈએએસ અધિકારીઓને પ્રમોશનની વાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓના તથા વિભાગના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાના એંધાણ વર્તાય રહ્યા છે. 100 જેટલા આઈએએસ અધિકારીઓના બદલીના ઓર્ડર નીકળ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની જેવા મોટા આઈએએસ અધિકારીનો સમાવેશ થાય છે.

કોણ નવા અધિકારી: રાજકોટ મનપા કમિશનર, મનપા ડેપ્યુટી કમિશનર, PGVCL ના MD અને જિલ્લા કલેકટરની બદલી કરવામાં આવી છે. અમિત અરોરા, વરુણકુમાર બરણવાલ અને અરુણ મહેશ બાબુની બદલી કરવામાં આવી છે. અમિત અરોરા કચ્છ ભુજ કલેકટર તરીકે નિમણુંક કરાઈ છે. આનંદ બાબુલાલ પટેલ રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લેશે. અનિલ ધામેલીયા રાજકોટ મનપાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ લેશે.

આ પણ વાંચો: Surat News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

કોની ક્યાં બદલી: મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના MD તરીકે વધારાનો ચાર્જ સંભાળશે. જ્યારે અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી આપવામાં આવી છે.એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી આપવામાં આવી છે. બીજી બાજું વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટના નવા ક્લેક્ટર તરીકે પ્રભોવ જોશીને જવાબદારી સોંપાઈ છે. જ્યારે મહેશ બાબુના સ્થાને હવે તેઓ સંચાલન સંભાળશે.

PGVCLના નવા MD-રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે.દવેનું નામ નક્કી થયું છે. જ્યારે રાજકોટના કલેક્ટર તરીકે રહેલા મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી થઈ ગઈ છે. અમદાવાદના નવા ક્લેક્ટર તરીકે પ્રવિણા ડી કેને જવાબદારી સોંપાઈ છે. જ્યારે કલમ દાયાણીને વધારાના ચાર્જ તરીકે વહીવટી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીની બદલી કરવામાં આવી છે. જ્યારે મૂકેશ પુરીને ગૃહવિભાગમાં જવાબદારી આપવામાં આવી છે. સંજીવ કુમારને જંગલ અને પર્યાવરણ વિભાગના સેક્રેટરી તરીક બદલી કરાઈ છે. જેઓ પહેલા પેટ્રોલિયમ કોર્પોરેશન વિભાગમાં હતા.

આ પણ વાંચો: Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

વડોદરાના કમિશનર બદલશે: રૂલર ડેવલપમેન્ટ વિભાગમાં કમિશનર તરીકે રહેલા મિલિન્દ તોરવણેને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં જવાબદારી સોંપાઈ છે. જ્યારે રૂપવંતસિંહ જેઓ ખાણ ખનિજ વિભાગમાં હતા. એમની બદલી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં બદલી આપવામાં આવી છે. બંછાનીધી પાનીની કોર્પોરેશનના કમિશનર પદેથી બદલી કરીને ટેકનિકલ વિભાગમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે. ટુરિઝમ વિભાગમાં રહેલા આલોક પાંડેની બદલી કરીને રેવન્યૂ વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે.

Last Updated : Mar 31, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details