ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલાઓનું વર્ચસ્વ વન વિભાગમાં વધ્યું, 649 મહિલાઓ રોજ જંગલમાં પોતાની બજાવે છે ફરજ - ફોરેસ્ટ વિભાગ

વર્તમાન સમયમાં મહિલાઓ તમામ ફિલ્મોમાં કામ કરતી જોવા મળી રહી છે, ત્યારે ફોરેસ્ટ વિભાગએ અત્યંત જોખમી વિભાગ ગણાય છે. ત્યારે આ ફોરેસ્ટ વિભાગમાં પણ મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. `

મહિલાઓનું વર્ચસ્વ વન વિભાગમાં વધ્યું, 649 મહિલાઓ રોજ જંગલમાં પોતાની બજાવે છે ફરજ
મહિલાઓનું વર્ચસ્વ વન વિભાગમાં વધ્યું, 649 મહિલાઓ રોજ જંગલમાં પોતાની બજાવે છે ફરજ

By

Published : Jul 31, 2020, 8:13 PM IST

ગાંધીનગર: આ ઉપરાંત અન્ય વિભાગમાંથી પણ મહિલાઓ ફોરેસ્ટ વિભાગમાં કામ કરવા માટે ઉત્સુક હોવાનું ગુજરાત ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટન ફોરેસ્ટ ઓફિસરના વડા દિનેશકુમાર શર્માએ જણાવ્યું હતું.

પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટન ફોરેસ્ટ ઓફિસરના વડા દિનેશકુમાર શર્મા

શર્માએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં કુલ 5302 સંખ્યા જગ્યા ભરેલ છે. જેમાં 994 જેટલી મહિલાઓ કાર્યરત છે. જ્યારે ફિલ્ડ લેવલની વાત કરવામાં આવે તો કિલડમાં કુલ 2661 જેટલી જગ્યા છે. જેમાં 649 જેટલી મહિલાઓ ફિલ્ડમાં પોતાની ફરજ બજાવે છે, એટલે કે રોજ 649 જેટલી મહિલાઓ રાજ્યના જંગલ વિસ્તારોમાં, અને સેંચ્યુરીમાં પોતાના જીવન જોખમે ફરજ નિભાવે છે. આ ઉપરાંત ચીફ કન્ઝર્વેટન ફોરેસ્ટ ઓફિસર તરીકે 1 અને કન્ઝર્વેટર ઓફીસર તરીકે 1 અને 7 મહિલાઓ ડીસીએફ તરીકે ફરજ બજાવે છે. જ્યારે ACF તરીકે 13 અને RFO તરીકે 34 જેટલી મહિલાઓ ગુજરાત વન વિભાગમાં કાર્યરત છે.

મહિલાઓનું વર્ચસ્વ વન વિભાગમાં વધ્યું, 649 મહિલાઓ રોજ જંગલમાં પોતાની બજાવે છે ફરજ

આમ ગુજરાતમાં 25 ટકા જેટલી મહિલાઓ વન વિભાગમાં કામ કરે છે. જ્યારે સરકારી ભરતી બહાર પાડવામાં આવે ત્યારે અન્ય વિભાગની મહિલાઓ દ્વારા પણ વનવિભાગમાં કામ કરવા માટે ઉત્સુક હોય છે. આમ વન વિભાગમાં મહિલાઓને પુરુષોના સમાન ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details