ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar Crime : દિવસ દરમિયાન મજૂરી કામ અને રાત્રે ચોરી કામ કરતો શખ્સ ઝડપાયો, દાહોદથી ગેંગ બોલાવી ધાડ પાડતો - ચડ્ડી બનિયાન દાહોદ ગેંગ

ગાંધીનગરના કલોલમાંથી એક ભેજાબાજ ચોર ઝડપાયો છે. કલોલમાં રહીને મજૂરી કામ કરતો આ શખ્સ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રેકી કરતો અને બાદમાં દાહોદથી ગેંગ બોલાવી ધાડ પાડતો હતો. જોકે પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરી અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Gandhinagar Crime
Gandhinagar Crime

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 5:20 PM IST

દિવસ દરમિયાન મજૂરી કામ અને રાત્રે ચોરી કામ કરતો શખ્સ ઝડપાયો

ગાંધીનગર : રાજ્યમાં ચોરી અને લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લાના SP, રેન્જ IG અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે ગાંધીનગર પોલીસ દ્વારા એક એવા ચોરને ઝડપી લેવામાં આવ્યો છે, જેને ઘરફોડમાં કોઈ જ પ્રકારનો રસ નથી. આ ચોર ફક્ત ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ચોરીને અંજામ આપતો હતો. જ્યારે ચોરીને અંજામ આપવા માટે સ્પેશિયલ માણસો પણ દાહોદથી બોલાવતો હતો.

ચોરની મોડ્સ ઓપરેન્ડી : ગાંધીનગર જિલ્લા SP રવિ તેજાએ ચોરીની ઘટના બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના કલોલમાંથી રામસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વોન્ટેડના લિસ્ટમાં હતો. ત્યારે આરોપી રામસિંહની પૂરપરછમાં સામે આવ્યું છે કે, આરોપી ફક્ત ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતા.

ચોરીમાં સામેલ ભાડાના તસ્કર : આરોપી રામસિંહ છેલ્લા 2 વર્ષથી કલોલમાં દિવસે મજૂરી કામ કરતા હતા અને દિવસ દરમિયાન જ કલોલની ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી માટે રેકી કરતો હતો. જ્યારે રેકી સંપૂર્ણ થઈ જાય ત્યારે ચોરીને અંજામ આપવા માટે દાહોદથી ગેંગને બોલાવતો હતા. આ ગેંગ દાહોદથી કલોલ આવી જાય ત્યારે સાંજના સમયે આખી ગેંગ 4 થી 5 કલાક સુધી ઝાડી ઝાંખરામાં સંતાઈ રહેતી હતી. રાત્રીના 12 અથવા 1 વાગ્યે ઇન્ડસ્ટ્રીઝ ઝોન એકદમ સુમસામ થઈ જાય ત્યારે ચોરીને અંજામ આપતા હતા. ઉપરાંત ચોરી બાદ ગેંગ દાહોદ જવા રવાના થઈ જતી હતી.

ચડ્ડી-બનિયાન ગેંગ :આરોપીની વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી સાથે અન્ય 5 લોકો સંડાવેલા છે, જેમને હાલમાં ગાંધીનગર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે ચોરીને અંજામ આપવાનો હોય ત્યારે આખી ગેંગ કપડા કાઢીને ચોરી કરતી હતી. જેથી ઝાડી ઝાંખરામાં છુપાયા બાદ બહાર નીકળતા દરમિયાન કપડું ફાટી ન જાય અને સીસીટીવી ફૂટેજમાં કપડાના આધારે ઓળખ થઈ જાય તો પકડાઈ ન જાય તેવા ભયના કારણે આરોપીઓ કપડા કાઢીને ચડ્ડી અને બનિયાન પહેરીને ચોરીને અંજામ આપતા હતા.

રાજ્યભરમાં ગેંગના કાંડ : પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અત્યાર સુધીમાં ગાંધીનગરમાં કલોલ અને માણસામાં સાત જેટલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે આરોપી વિરુદ્ધ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને ગાંધીનગરમાં ચોરીના ગુના નોંધાયેલા છે.

  1. Cyber Fraud: મુંબઈના ભેજાબાજે સાયબર ફ્રોડ કરીને ગરીબોના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કર્યા, સાગરીતોએ નાણાં ઉપાડી ક્રિપ્ટોની ખરીદી કરી, જાણો આખો ખેલ
  2. Kalol Cholera Update : કોલેરાગ્રસ્ત કલોલમાં તંત્રના નક્કર પગલા, આરોગ્ય પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય

ABOUT THE AUTHOR

...view details