ગાંધીનગર: વિધાનસભાના પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકારને સવાલ પૂછ્યો હતો કે, અમદાવાદમાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 24,069 અને અમદાવાદ ગ્રામ્યમાં 7919 બાળકો ઓછા અને અતિ ઓછા વજનવાળા નોંધાયા છે.
કુપોષિત અમદાવાદ: એક વર્ષમાં બાળકોની સંખ્યામાં વધારો
અમદાવાદ રાજ્યનું આર્થિક પાટનગર માનવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેર હવે રાજ્યનું સૌથી વધુ કુપોષિત બાળક ધરાવતું શહેર બન્યું હોય તેવું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું હતું. વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કુપોષણ મુદ્દે સવાલ પૂછ્યો હતો. જેમાં સૌથી વધુ મેગાસિટી અમદાવાદમાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યાં છે.
કુપોષિત અમદાવાદ
જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 1 વર્ષમાં ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં 7807 સાત અને અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં 1721 બાળકોનો વધારો થયો છે.
આમ, આંકડાને જોતા ગુજરાતનું મેગાસિટી અમદાવાદ અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ કુપોષિત બાળકોનું શહેર બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
Last Updated : Mar 5, 2020, 3:29 PM IST