ગાંધીનગર અમદાવાદથી 70 કિલોમીટર અને ગાંધીનગરથી 37 કિલો મીટર દૂર આવેલ મહુડીમાં આવેલ ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે. જેમાં કોરનાના કારણે ગત વર્ષે 400 લોકોની હાજરીમાં જ સરકારના નિયમ અનુસાર હવનમાં હાજર થયા હતાં. પરંતુ હવે જે રીતે કોરોના કાબૂમાં છે ત્યારે આજે કાળી ચૌદશના ( Diwali 2022 ) દિવસે લોકો મહુડી ઘંટાકર્ણ મહાવીર સ્વામીના દર્શન ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) કરવા ઊમટી પડ્યા હતાં.
ચંદનનો ચાંદલો અને સોનાનો વરખ ગાંધીનગર પાસે આવેલા મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિર ખાતે કાળી ચૌદસની પૂજાનું ખૂબ જ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) મહત્વ છે. કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે આ મંદિરનું ગર્ભ દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે અને ભાવિક ભક્તો મૂર્તિને સ્પર્શ કરીને ભગવાન મહાવીરને ચંદનનો ચાંદલો અને સોનાની વરખ પહેરાવે છે. જ્યારે ભગવાનને ચડાવેલા અને લગાવેલા ચંદનના ચાંદલા અને સોનાની વરખ મંદિરના પૂજારી ભાવિક ભક્તોને ચાંદલો કરીને પરત આપે છે. આમ મંદિરમાં જે પણ ભક્તો આવે તેના માથે ચંદનનો ચાંદલો તે પણ સોનાની વરખવાળો કરવામાં આવે છે.
પ્રસાદમાં સુખડીનું મહત્વ પ્રસાદની વાત કરવામાં આવે તો મહુડી મંદિરમાં પ્રસાદમાં પણ એક અનેરો મહિમા છે. જ્યારે આપ મંદિરમાં ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) પ્રસાદ તરીકે સુખડી ( Sukhadi Prasad Sweet ) ધરાવવામાં આવે છે. ભગવાન મહાવીરને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જ્યારે એવી પણ એક માન્યતા છે કે મહુડી ગામના લોકો સુખ સંપત્તિથી રહી શકે અને સારી રીતે જીવન જીવી શકે તેને ધ્યાનમાં લઈને જ સુખડીનો પ્રસાદ માનવામાં આવ્યો હતો અને મહુડીની મંદિરના કેમ્પસની બહાર પ્રસાદ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લઈને મંદિરની બહાર જાય તો તેવા ભક્તોને ભગવાનનો ચમત્કારનો પણ અનુભવ પ્રાપ્ત થાય છે.