ગુજરાત

gujarat

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

By

Published : Nov 6, 2019, 4:59 PM IST

ગાંધીનગરઃ રાજ્યના દરિયા કિનારે મહા વાવાઝોડુ 6 અને 7 નવેમ્બરના રોજ ત્રાટકવાનું હતું. ગુજરાત તરફ આવનારી સંકટ ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા મહા નામનું વાવાઝોડું દીવના દરિયા કાંઠે આવવાનું હતું પરંતુ તેની દિશા બદલાતી હવે દક્ષિણ ગુજરાત તરફ જઈને મહારાષ્ટ્ર બાજુ ત્રાટકે તેવી સંભાવના છે.

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવનારું મહા વાવાઝોડું હવે થિડું નબળું પડતું જાય છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે પહેલા વાવાઝોડું દિવ તરફ ત્રાટકવાનું હતું. પણ હવે દરિયામાં વાવાઝોડાનું જોર ઓછું થયું છે. માહિતી પ્રમાણે મહા વાવાઝોડું દક્ષિણગુજરાત થઈને મુંબઇ તરફ ફંટાશે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એન.ડી. આર એફ. ની ટીમ પણ સમગ્ર રાજ્યના દરિયા કિનારે સ્ટેન્ડ બાઈ છે.

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

વાવાઝોડું દરિયામાં અન્ય બાજુ ફંટાઈ જતા રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ ગુજરાતના તમામ રહેવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી હતી. રાજ્યમાં હજુ 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details