ગાંધીનગર: ગુજરાતના કચ્છ જિલ્લાથી શરૂ થયેલ લમ્પી વાયરસ(Lumpy virus in Gujarat ) હાલમાં રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ(Gujarat Animal Husbandry Department ) દ્વારા તમામ દુધાળા પશુઓને તાત્કાલિક ધોરણે રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સૌથી વધારે કચ્છ જિલ્લામાં વાયરસની અસરો જોવા(Animal death to lumpy virus) મળી છે.
દૂધના ઉત્પાદનમાં ઘટાડો -લમ્પી વાયરસની અસર મહત્વ દુધાળા પશુઓમાં જોવા (Lumpy skin disease vaccine )મળી રહી છે. ગુજરાતમાં 20 જિલ્લાઓમાં દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ બાબતે રાજ્યના પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુની ઠાકરે જણાવ્યું હતું કે રોગના કારણે પશુઓ પોતાનો આહાર બંધ કરે છે જેથી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પરંતુ લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓના દૂધ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણ કે દૂધને 100 ડિગ્રી ઉપર(Lumpy virus infected animal milk)ઉકાળવામાં આવે તો દૂધમાંથી રહેલા લમ્પી વાયરસના(Lumpy virus)રજકણો નાશ પામે છે. જેથી દૂધ ખાવા લાયક અને પીવા લાયક પણ બને છે અને તે દૂધ સુરક્ષિત જ હોય છે.
પશુઓની હેરફેર પર પણ પ્રતિબંધ જાહેર -રાજ્ય સરકારના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે રાજ્ય સરકારની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ (Lumpy skin disease )કરવામાં આવ્યું છે. સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જિલ્લા બહાર પશુઓની હેરફેર પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કામ તેની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાળાના અધ્યક્ષ સ્થાન હેઠળ રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે, જેમાં ટાસ્ક ફોર્સ દ્વારા ટૂંક સમયમાં જ આ રોગળારા બાબતે નવી ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવશે.
કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો -રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે લમ્પી વાયરસ બાબતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લાઓમાં જે રીતે લમ્પી વાયરસમાં શહેર જોવા મળ્યો છે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમનું સુપરવિઝન ફીસરીઝ કમિશનર નીતિન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યું છે પશુઓને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી મળી રહે તે માટે હેલ્પલાઇન 1961 પર છેલ્લા 8 દિવસમાં 21,000 થી વધુ ફોન આવ્યા છે.