ગાંધીનગર સમગ્ર વિશ્વમાં અને દેશમાં કોરોના વાયરસ હાહાકાર (Lumpy virus in Gujarat)મચાવી રહ્યો છે. ગુજરાતમાંથી એક નવી મુસીબત આવી પડી છે સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણના સુરતમાં ગાય ભેંસમાં લમ્પી વાયરસના કેસ (Lumpy Skin Disease)સામે આવ્યા છે. જ્યારે છેલ્લા કેટલાય દિવસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 3500 જેટલા પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા હોવાની વિગત રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે આપી હતી.
રાજ્યમાં કેટલું પશુ ધન -સમગ્ર ગુજરાત રાજ્યમાં પશુધનની વાત કરવામાં આવે તો બે કરોડની આસપાસની સંખ્યામાં ગાય અને ભેંસની સંખ્યા છે. જ્યારે ફક્ત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણના સુરત જિલ્લામાં કુલ 3500 જેટલા પશુઓમાં લમ્પી વાયરસના(Lumpy virus) સામાન્ય લક્ષણો ધરાવતા કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા જે વિસ્તારમાં કેસ સામે આવી રહ્યા છે તે વિસ્તારની આસપાસના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ પશુઓ હોય છે તે તમામ પશુઓનું રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જ્યારે ફક્ત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો 44 લાખ જેટલા પશુઓનો સમાવેશ થાય છે.
સરકાર પાસે મોતના આંકડા જ નહિ -લમ્પી વાયરસના કારણે ગુજરાતના અનેક પશુઓના મોત થયા છે. આ બાબતે ETV Bharatના પ્રશ્નના ઉત્તર આપતા પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુઓમાં જે આ રોગ સામે આવ્યો છે તેમાં મૃત્યુ પણ થવાની ઘટના સામે આવી છે. પરંતુ કેટલા પશુઓના મૃત્યુ થયા છે તે ચોક્કસ આંકડો હજી સુધી રાજ્ય સરકારને પ્રાપ્ત થયો નથી. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ પશુઓનું રસીકરણ(Vaccination against Lumpy virus) કરવામાં આવ્યું છે જ્યારે હજુ પણ રાજ્ય સરકાર પાસે 2,00,000 રસીના ડોઝનો સ્ટોક પડ્યો છે. આ ઉપરાંત બીમારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને આવનારા દિવસોમાં જો આ રોગ વકરે હતો તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આયોજન રૂપી વધુ 12 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે જે ટૂંક સમયમાં રાજ્ય સરકારને સુપ્રત થશે.
કચ્છમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા -કચ્છમાં પણ લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. કચ્છમાં 5600 કેસ નોંધાયા છે. જ્યારે 67566 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. કચ્છમાં 27000 વેક્સિન સ્ટોક રાખવામાં આવ્યો છે. જિલ્લામાં પશુપાલકોના જણાવ્યા મુજબ 5000થી વધુ પશુઓના લમ્પી વાયરસ કારણે મોત થયા છે. કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં લમ્પીના કેસ નોંધાયા છે.
પોરબંદરમાં પશુઓના મોત -પોરબંદરના પશુઓમાં જોવા મળતો જૂનાગઢથી પશુ નિષ્ણાંતો (Animal Expert And Doctors) તથા તબીબોની ટીમ પોરબંદર દોડી ગઈ હતી. પોરબંદરમાં પશુઓને 5336 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનનો જથ્થો 3000નો છે. જિલ્લામાં 20000 વેક્સિનના ડોઝની માંગ છે. પોરબંદરમાં 39 પશુઓના લમ્પી વાયરસના કારણે મોત થયા છે.