ગાંધીનગર :લોકસભા 2024ની ચૂંટણી એપ્રિલ મેં માસમાં યોજાશે તેવી શક્યતાઓ છે. ત્યારે ગુજરાત ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીના 2 મહિના બાદ તાત્કાલિક ધોરણે લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 26 બેઠક જીતવા માટે ખાસ માઈક્રો એક્શન પ્લાન ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે આ માઈક્રો પ્લાન વડાપ્રધાન મોદીએ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
PM અને CMની બેઠક :લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ચાલુ ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને દિલ્હીથી તેંડુ આવ્યું હતું. તાત્કાલિક ધોરણે બંને નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. જેમાં લોકસભા 2024માં ગુજરાતની 26 બેઠકો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે ગુજરાત વિધાનસભાના ચોથા માળે શાસક પક્ષને હોલમાં તમામ ધારાસભ્યો સાથે બે કલાકની બેઠક પણ યોજાઈ હતી. જેમાં લોકસભા બાબતે સૂચનો કર્યા હોવાની વાત રાજ્ય સરકારના જે પ્રજાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
વિધાનસભા મતદાનની માઈક્રો સમીક્ષા :ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં ભાજપ પક્ષને જેટલા પણ મત મળ્યા છે. તેનું માઈક્રો પ્લાનિંગ ભાજપ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બોધ પ્રમાણે કેટલા મત ભાજપને પ્રાપ્ત થયા છે અને કયા બૂથમાં ભાજપ ખૂબ જ નબળું રહ્યું હતું. તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે ભાજપના 156 ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં મળેલ મતનું સરવૈયું, કોંગ્રેસને મળેલા મત અને આમ આદમી પાર્ટીને મળેલા મત વિશે રિસર્ચ કરવાની સૂચના આપવામાં આવી છે.
ભાજપની અન્ય પક્ષ તરફ નજર : જ્યારે આમ આદમી પાર્ટી, અપક્ષ અને કોંગ્રેસને પ્રાપ્ત થયેલી બેઠક પર ભાજપ સંગઠન દ્વારા ખાસ રિસર્ચ કરવામાં આવશે. ઉપરાંત 156 બેઠકમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ક્યાં વોર્ડમાંથી મત પ્રાપ્ત થયા છે. તે બાબતે માઈક્રો રિસર્ચ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મત ભાજપમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે બાબતે સૂચના ઉપરી કક્ષાએથી તમામ ધારાસભ્યોને સૂચનાઓ આપવામાં આવી છે.
2024માં હેટ્રિકની તૈયારીઓ :ગુજરાતમાં છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકમાંથી 26 બેઠકો પ્રાપ્ત થઈ છે, ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી 26 બેઠકો જીતવા માટેનો ટાર્ગેટ ભાજપ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે હવે ગુજરાતના તમામ પ્રધાનો 2024ની તૈયારીઓ ધીમે ધીમે શરૂ કરી છે. જેમાં લોકોના પ્રશ્નોના તાત્કાલિક ધોરણે નિકાલ, રાજ્યની 26 બેઠકો પર કોઈપણ પ્રકારની ખરાબ રાજનીતિ નહીં, જન ફરિયાદ, સામાન્ય જનતાના પ્રશ્નો અને મુશ્કેલીઓના સમાધાન અને નિકાલ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા, કોઈ પણ ધારાસભ્ય પાર્ટીને નુકસાન થાય તેવું નિવેદન ન આપવું જેવી સૂચનાઓ આપવામાં આવી છે.