ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં નહીં થાય લોકડાઉન, સરકારે કરી સ્પષ્ટતા - Lockdown will not happen in gujarat

રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દરમિયાન લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ગુજરાતમાં લોકડાઉન લાગૂ કરવામાં આવશે. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી તેને ફક્ત અફવા ગણાવી છે.

lockdoun
nak[eGv

By

Published : Jul 11, 2020, 8:04 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફરીથી આંશિક લોકડાઉન મુકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવી અફવાઓ ફેલાઇ રહી છે.

રાજ્યના મુખ્ય સચિવ દ્વારા જિલ્લા કલેકટર પાસેથી વધુ માહિતી લઈને કેવી રીતે લોકડાઉન કરવું તે બાબતની પ્રાથમિક ચર્ચાઓ પણ કરવામાં આવી છે.

રાજ્યમાં એવી અફવા ફેલાઈ રહી છે કે, આગામી કેબિનેટ બેઠક મળશે ત્યારે ગુજરાતમાં આંશિક લોકડાઉન અમલમાં આવશે. પરંતુ આ બધા વચ્ચે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે અને આ એક માત્ર અફવા છે.

ABOUT THE AUTHOR

...view details