ગુજરાત

gujarat

ETV Bharat / state

પશુધન નિરીક્ષકોનું સત્યાગ્રહ છાવણીમાં શક્તિ પ્રદર્શન, 27 પ્રશ્નોને લઇ સરકારને આપ્યું આવેદન

ગાંધીનગરઃ ગુજરાત વેટરનરી લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર એસોસિએશન દ્વારા 27 જેટલા પડતર પ્રશ્નોને લઇને સત્યાગ્રહ છાવણીમાં આંદોલન શરૂ કર્યુ છે.અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ ઉકેલ નહી આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

etv bharat
પશુધન નિરીક્ષકોનું સત્યાગ્રહ છાવણીમાં શક્તિ પ્રદર્શન, 27 પ્રશ્નોને લઇ સરકારને આપ્યું આવેદન

By

Published : Dec 27, 2019, 10:20 PM IST

છેલ્લા 20 વર્ષથી વર્ષથી પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ સરકારમાં અલગ-અલગ પ્રકારની સમસ્યાઓને લઈને રજૂઆતો કરતા આવ્યા આવ્યા છે. પરંતુ તેમની રજૂઆતો સામે આંખ આડા કાન કરીને કાઢી નાખવામાં આવી છે. અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન સરકાર દ્વારા કોની સમસ્યાઓને દૂર કરવામાં આવશે.તેવી ખાતરી આપ્યા બાદ પણ સરકાર ફરી ગઈ હતી.

ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે મોટીસંખ્યામાં રાજ્યભરના આશરે 2,000 જેટલા પશુધન નિરીક્ષક પોતાની પડતર માંગણીઓને લઇને ઉમટી પડ્યા હતા.એસોસિએશનના મહામંત્રી જયંતિભાઇ સોલંકીએ કહ્યું કહ્યું કે, અમારી 27 જેટલી પડતર માંગણીઓ છે. જેને લઇને સરકારમાં રજૂઆતો કરવા છતાં પૂરી કરવામાં આવી નથી. જેમાં પશુધન નિરીક્ષકને વાસ્તુના પ્રમોશન આપવામાં આવે,પશુધન નિરીક્ષક અને અનુભવના આધારે TVS ડીપ્લોમાં જાહેર કરવામાં આવે, પગાર ધોરણ ગ્રેડ પે 2800 કરવામાં આવે પશુપાલન નિયામક તરીકે IAS ઓફિસરની નિમણૂક કરવામાં આવે.

પશુધન નિરીક્ષકોનું સત્યાગ્રહ છાવણીમાં શક્તિ પ્રદર્શન, 27 પ્રશ્નોને લઇ સરકારને આપ્યું આવેદન

સરકારમાં કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં કર્મચારીઓને જોતરવામાં આવે છે.પરંતુ આ કામ પૂરા થઈ ગયા બાદ પણ તેમને તેમના વધારાના નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવતા નથી. ત્યારે 20 મી પશુધન ગણતરીના નાણાં ચૂકવાયા નથી. ત્યારે આ નાણાં તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવે 2094 મહેકમ સામે 1857 જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે તાત્કાલિક આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે.

મહેસાણા જિલ્લામાં ત્રણ નાયબ પશુપાલન નિયામક કઈ કઈ જગ્યા ખાલી છે. ત્યારે આ તમામ જગ્યાઓ ઝડપથી સરકાર દ્વારા ભરવામાં આવે, તે ઉપરાંત વર્ષ 2000ની ભરતીના પશુધન નિરીક્ષકની નોકરી સળંગ ઘણી ઉચ્ચત્તર પગારધોરણ તથા સિકયોરીટી સહિતના લાભો આપવા માટેની પડતર માંગણીઓ છે. જેને સરકાર દ્વારા હવે પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અહિંસક આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details