કોંગ્રેસના પક્ષના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી 10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂ જડપવામાં આવ્યો છે.
રાજ્યમાં દારૂની રેલમછેલ, 252 કરોડથી વધુનો દારૂ પકડાયો, વિધાનસભામાં થયો ખુલાસો
ગાંધીનગર: રાજસ્થાનના મુખ્યપ્રધાન કેટલાક સમય પહેલા કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી ફકત નામની જ છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ કડક શબ્દોમાં રાજસ્થાનના મુખ્યપ્રધાનને જવાબ આપ્યો હતો. પરંતુ સોમવારના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. જેમાં ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 252 કરોડથી વધુનો દેશી, વિદેશી દારૂ પકડાયો છે.
ગુજરાતમાં દારૂની રેલમછેલ, 252 કરોડથી વધુનો દારૂ પકડાયો
દેશી દારૂ મામલે પણ અમદાવાદ અવ્વલ છે. તેમજ દેશી દારૂની વાત કરીએ તો અમદાવાદ 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યારે બાદ 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર છે.
Last Updated : Dec 10, 2019, 7:58 AM IST