ગુજરાત

gujarat

ETV Bharat / state

જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી...LIC 63મી વર્ષગાંઠ પર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરશે - ભારતીય જીવન વીમા નિગમ

ગાંધીનગર: ભારતીય જીવન વીમા નિગમે સમગ્ર દેશના નાગરિકોને વીમાક્ષેત્રે વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે. 1 સપ્ટેમ્બર 1956ના રોજ LICની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ અવિરતપણે અલગ અલગ પોલીસી બનાવીને દેશવાસીઓને આપી રહી છે. ત્યારે ગાંધીનગર ડિવિઝન દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગાંધીનગર ડિવિઝન સિનિયર મેનેજર કે. આર. બાલાસુબ્રમણ્યમએ કહ્યું કે, LIC દ્વારા દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ઉજવણી કરાઇ હતી. ત્યારે ગાંધીનગર ડિવિઝનમાં આવતા ગામોમાં એક સપ્તાહ સુધી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરવામાં આવશે.

LIC દ્વારા 63માં સ્થાપના દિવસની કરાઇ ઉજવણી

By

Published : Sep 4, 2019, 9:36 AM IST

ડીવીઝનલ મેનેજર કે આર બાલાસુબ્રમણ્યમએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર ડિવિઝનલ દ્વારા ગત વર્ષે 217394 પોલીસીનું વેચાણ કરવામાં આવ્યું છે. તેમાં ગાંધીનગર વિભાગે સમગ્ર જીવનમાં પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે જુથ વીમા યોજના ક્ષેત્રે 208.42 કરોડ પ્રીમિયમની આવક મેળવી છે. જ્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 62371 વ્યક્તિના વિમાનું નવીનીકરણ તેમજ 118576 વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આમ આદમી વીમા યોજનામાં 126 દાવાઓમાં 53 લાખ 40 હજારની ચુકવણી કરવા કરાઇ છે.

LIC 63માં જન્મ દિવસ પર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરશે

જ્યારે સમગ્ર ડિવિઝનમાં વર્ષ 18-19ના અંતે 249818 દાવાઓમાં 1306.32 કરોડની ચૂકવણી કરાઈ છે. જ્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં ગોલ્ડન જુબલી ફાઉન્ડેશન કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓનું નવીનીકરણ કરી વિદ્યાર્થી દીઠ રૂપિયા 10 હજારની ચૂકવણી કરવામાં આવી છે. આ ચૂકવણી ચાર વર્ષ સુધી કરવામાં આવતી હોય છે. જ્યારે હાલમાંની ગરમી 30થી વધારે યોજનાઓ ગ્રાહકોને પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે LICની સ્થાપના સપ્તાહ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના આલમપુર ગામમાં આવેલી દૂધ મંડળીમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવશે.ઉપરાંત આદીવાડામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં કુલર,સેક્ટર 16 મહાત્મા ગાંધી વિદ્યામંદિરમાં 63મી વર્ષગાંઠ નિમિત્તે 63 રોપાઓનું વાવેતર કરાશે.

ABOUT THE AUTHOR

...view details