ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ પ્રમુખનું આહવાનઃ "ચાલો ખેતરે, ચાલો ગામડે" કાર્યક્રમ દ્વારા ખેડૂતો સાથે કરો ચર્ચા - Let's go to the farm, let's go to the village

કૃષી બિલને લઇને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર જિલ્લાના રાતિયા ગામ ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ "ચાલો ખેતરે, ચાલો ગામડે" નામના કાર્યક્રમ હેઠળ ખેતરમાં જ બેસીને કૃષિ શિબિર વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.

કોંગ્રેસ પ્રમુખનું આહવાનઃ "ચાલો ખેતરે, ચાલો ગામડે" કાર્યક્રમ દ્વારા ખેડૂતો સાથે કરો ચર્ચા
કોંગ્રેસ પ્રમુખનું આહવાનઃ "ચાલો ખેતરે, ચાલો ગામડે" કાર્યક્રમ દ્વારા ખેડૂતો સાથે કરો ચર્ચા

By

Published : Dec 26, 2020, 8:14 PM IST

  • કૃષી કાયદાના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમ યોજ્યો
  • ગામડાના ખેડૂતોને કૃષી કાયદા વિશે આપી માહિતી
  • કેન્દ્ર સરકારે કર્યા અનેક પ્રહારો

ગાંધીનગરઃ કૃષી કાયદાને લઇને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર જિલ્લાના રાતિયા ગામ ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ "ચાલો ખેતરે, ચાલો ગામડે" નામના કાર્યક્રમ હેઠળ ખેતરમાં જ બેસીને કૃષિ શિબિર વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કાયદાથી ખેડૂતોને કઈ રીતના ગેરફાયદાઓ થશે. તે બાબતની પણ ચર્ચાઓ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી.

"ચાલો ખેતરે, ચાલો ગામડે" નામનો કાર્યક્રમની શરૂઆત

અમિત ચાવડાએકારીગર બાબતે જણાવ્યું હતું કે, "ચાલો ખેતરે, ચાલો ગામડે" નામનો કાર્યક્રમની શરૂઆત આજથી કરવામાં આવી છે. જે 10 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને નેતા તથા ધારાસભ્યો દ્વારા યોજવામાં આવશે. રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ અંગે ખાસ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ખેડૂતો સાથે બેસીને કૃષી કાયદા વિશેની ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકાર નવા કાયદાની તેમ જ ખેડૂતોને કઈ રીતે નુકસાન જશે તે બાબતની પણ ચર્ચા ખેડૂતો સાથે કરવામાં આવશે.

રાજ્યના CM અને કૃષી પ્રધાનનેકાયદાબાબતે ચર્ચા કરવા ખુલ્લું આમંત્રણ

કેન્દ્ર સરકારના કાયદા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. આ કાયદાથી ખેડૂતોને નુકસાન થશે તે અંગેની કોઈ પણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવતી નથી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ કોંગ્રેસના વિરોધી બાબતે જણાવ્યું હતું કે, અમુક લોકો મીડિયામાં છવાયા અને હેડલાઇન્સ બનવા માટે આવા પ્રયત્નો કરતા હોય છે. તેના જવાબમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કૃષી શિબિર બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના કૃષી પ્રધાન આર સી ફળદુ ચર્ચા કરવા આવે અમે ચર્ચા કરવા માટે તૈયાર જ છીએ.

કોંગ્રેસ પ્રમુખનું આહવાનઃ "ચાલો ખેતરે, ચાલો ગામડે" કાર્યક્રમ દ્વારા ખેડૂતો સાથે કરો ચર્ચા

કૃષી કાયદો અને કેન્દ્ર સરકાર પર કર્યા અનેક આક્ષેપ

ચાલો ગામડે ચાલુ ખેતર નામના કાર્યક્રમ હેઠળ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર અને કૃષી પર અનેક આક્ષેપ કર્યા હતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે કૃષી કાયદા આવ્યા છે. જેનાથી ખેડૂતો ફરીથી ખેત મજૂર બની જશે અને આ કાયદામાં ફક્ત ખાનગી કંપનીઓને મોટી કંપનીઓને ફાયદો કરાવવા માટેના જ કાયદા છે. જ્યારે આ બીલ આવે તે પહેલા જ પંજાબ અને હરિયાણામાં મોટી મોટી કંપનીઓએ જમીન રાખીને તેના પર ગોડાઉન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જો આ કાયદા ખરેખર અસ્તિત્વમાં આવી જશે તો દેશમાં નફાખોરી સંઘરાખોરી થવાની શરૂ થઈ જશે. જેમાં સસ્તા ભાવે ખેડૂતો પાસે ખાનગી કંપનીઓ માલ ખરીદશે અને ત્યારબાદ તેની કૃત્રિમ અછત ઉભી કરીને કંપનીઓ વધુમાં વધુ નફો કરશે.

ABOUT THE AUTHOR

...view details