ગાંધીનગર રાજ્યના વિકાસની કરોડરજ્જૂ એવા બજેટને લઇને વિધાનસભા ગૃહમાં નાણાંપ્રધાને બજેટ 2022- 23 રજૂ (Gujarat Budget 2022) કરી દીધું છે. બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રને લઇને સરકારે કેટલીક મહત્વની જોગવાઇઓ (Health in Gujarat Budget 2022) નીચે મુજબ છે.
કિશોરીઓ તેમજ મહિલાઓને લઈને જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ કરી છે. કિશોરીઓ તેમજ મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. કિશોરીમાં આર્યન તત્વોની ઉણપના કારણે એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે. તેમજ સમયસર માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીમાં હીમોગ્લોબિનનું મોનિટરિંગ કરવા તેમજ આચાર્ય તત્વોની ઉણપ દૂર કરવા માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
બાળકોને પોષણ માટે બાલ અમૃતમ યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ
નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા 90 કિલકિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 150 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે. શહેરી ક્ષેત્રોમાં સિદ્ધિ અને પછી શરૂ કરવામાં તેમજ વિસ્તારના આયોજન મુજબ બાકી રહેતી તમામ સી.પી.એફ શરૂ કરવા માટે વધુ 1238 કર્મચારીઓની જગ્યાઓ ઊભી કરવામાં આવશે. તે માટે 16 કરોડની જોગવાઈ ફાળવવામાં આવી છે.