ગાંધીનગર: રાજ્યના કૃષિપ્રધાન આર સી ફળદુ 2 સપ્ટેમ્બરના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઇને સર્વે કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી સર્વેમાં કર્મચારીઓ ખેતરમાં જઈને સર્વે નહીં કરતાં હોવાના આક્ષેપો સામે આવી રહ્યાં છે. જ્યારે પાલ આંબલિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન અને પાક નુકસાન અંગેની 15 દિવસમાં સર્વે કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 15 દિવસ પૂર્ણ થયાં છે. સરકાર પાસે સર્વે કરવા માટેના પૂરતો સ્ટાફ જ નથી. જ્યારે સ્ટાફના અભાવ વચ્ચે પણ સરકાર સાત પગલાં ખેડૂત કલ્યાણના કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાક સર્વેમાં આળસુ નીતિ, સૌરાષ્ટ્રના સર્વે બરાબર નથી, કર્મચારીઓ ફિલ્ડમાં સર્વે કરતા જ નથી: પાલ આંબલિયા - સૌરાષ્ટ્ર
રાજ્યમાં ચાલુ વરસાદની સીઝનમાં ભારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 125 ટકાથી વધુ વરસાદ પડ્યો હોવાને કારણે ઉભા પાકને નુકશાન થયું છે. ત્યારે 2 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકશાન પર સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સર્વે આવનારા 15 દિવસમાં પૂર્ણ કરવાનો હતો. પણ હજુ સુધી કર્મચારીઓ ફિલ્ડમાં જઈને સર્વે ન કરતાં હોવાની વાતો સામે આવી રહી છે.

પાક સર્વેમાં આળસુ નીતિ
પાક સર્વેમાં આળસુ નીતિ
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કરેલી જાહેરાતના 15 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હવે સર્વે બાબતે જે સમસ્યાઓ અને ફરિયાદ આવી રહી છે તે બાબતે રાજ્ય સરકાર કેવા પગલાં ભરશે તે શું થયું અને આ સર્વે કેટલા દિવસમાં હજુ પૂર્ણ થતાં લાગશે તે જોવું રહ્યું.