ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના 1.50 લાખ વિદ્યાર્થીઓ સુધી ગાંધીવિચાર પહોંચાડવા ‘બાપુ સ્કૂલ મેં’ અભિયાનનો પ્રારંભ - Gandhiji

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઊજવણી થઇ રહી છે. ત્યારે ગાંધીજીના મૂલ્યો અને વિચારોને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુસર ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન-આઇ.આઇ.ટી.ઇ.) દ્વારા ‘‘બાપુ સ્કૂલ મેં’’ શીર્ષક હેઠળ એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને શુક્રવારે સ્વર્ણિમ સંકુલ 1માં આવેલા સાબરમતી હોલમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના 33 જિલ્લાઓ અને તમામ મહાનગરપાલિકાઓની 1000 શાળાઓના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં બાપુના વિચારો અને મૂલ્યોનો વિસ્તાર કરાશે.

ગાંધીવિચાર 'બાપુ સ્કૂલ મેં'
1.50 લાખ વિદ્યાર્થીઓ સુધી ગાંધીવિચાર પહોંચાડવા ‘બાપુ સ્કૂલ મેં’ અભિયાનનો પ્રારંભ

By

Published : Jan 24, 2020, 11:14 PM IST

ગાંધીનગરઃ IITEનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતું કે, ‘‘બાપુ સ્કૂલ મેં’’ અભિયાન અંતર્ગત ગાંધી વિચાર વિસ્તારકનો નવતર પ્રયોગ માત્ર ગુજરાતમાં જ નહી, પરંતુ સમગ્ર દેશમાં કોઇ યુનિવર્સિટીએ કર્યો નહી હોય. આ એક આવકાર્ય પ્રયોગ છે. ચૂડાસમાએ ઉમેર્યુ હતું કે ગાંધીજીનો એક ગુણ પણ આત્મસાધ થશે તો તે રાષ્ટ્ર જ નહી, વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા કેમ્પેઇન ‘સ્ટડી ઇન ગુજરાત’ અંતર્ગત કુવૈત અને દુબઇ પ્રવાસમાં ગુજરાત IITE યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતમાં ચાલતી વિષયલક્ષી યુનિવર્સિટીઓમાં પેટ્રોલિયમ, સ્પોર્ટસ, નેશનલ લો અને ટીચર્સ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓ સુધી ગાંધીવિચાર પહોંચાડવા ‘બાપુ સ્કૂલ મેં’ અભિયાનનો પ્રારંભ

26થી 31જાન્યુઆરી સુધી અભિયાન અંતર્ગત ગાંધીબાપુએ સૂચવેલા શિક્ષણના વિચારને આત્મસાત કરીને દેશની ભાવિ પેઢીઓનું રાષ્ટ્ર નિર્માણ માટે ઘડતર કરવા આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગરના 480 વિદ્યાર્થીઓ અને 80 અધ્યાપક સહિત 560 ગાંધી વિચાર વિસ્તારકો જોડાશે.કોમ્યુનિટી, કલ્ચર અને કમિટમેન્ટ આ ત્રણ પાયા ઉપર ‘કોમ્યુનિટી આઉટ રીચ’ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. અભિયાન 560 ગાંધી વિચાર વિસ્તારકો થકી રાજ્યભરની 1000 શાળામાં હાથ ધરાશે. IITEના વિદ્યાર્થીઓ, અધ્યાપકો દ્વારા 6 દિવસમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ સાથે બાપુના જીવન અને મૂલ્યો વિષે સંવાદ કરવામાં આવશે.

ગુજરાતીઓને નસીબદાર ગણાવ્યાં હતાં કેમ કે ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો. પૂજ્ય બાપુના વિચાર વિસ્તારકની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા જનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પ્રોત્સાહિત કરતા તેમણે ઉમેર્યુ હતું કે, તમે એક ખૂબ મોટા વિચારના વિસ્તારક તરીકે જઇ રહ્યાં છે. તમે પસંદ કરેલું કામ નાનુંસુનું નથી. આ કામમાં સ્વૈચ્છિક રીતે જોડાવવું એ જ ગાંધીવિચારની સફળતા છે. ગાંધીજીના વિચારો પેઢી-પરંપરાગત યાદ રહે તો દેશ વધુ આબાદ રહેશે. અનેક દેશો એવા છે કે જેમાં પૂજ્ય બાપુના 11 વ્રતોનું અનુવાદ કરીને તેને ફ્રેમ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details