ગાંધીનગરવર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના (2017 Assembly Elections) અમુક ગણતરીના દિવસો પહેલા જ ભાજપ પક્ષે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત (BJP announced the election manifesto) કરી હતી. આજે ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP state president of Gujarat) સી.આર. પાટીલે હજુ 75 ટકા જ કામ પૂર્ણ થયા હોવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર (Resolution by BJP party Gujarat) 2017 અંતર્ગત અવિરત વિકાસના સૂત્ર સાથે સંકલ્પ પત્ર 2017ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિની આવકમાં બે ગણો વધારો,યુવા સ્ત્રી સશક્તિકરણના વચનો (Promises of Young Women Empowerment) આપ્યા હતા.
ક્યાં કામો પૂરા નથી થયાવર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા સંકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે સંકલ્પ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાંથી હજુ પણ અનેક કામો પૂર્ણ થયા ન હોવાનું પણ સામે આવ્યું છે. આમ ભાજપ જે પક્ષ દ્વારા 2017ની વિધાનસભામાં વિજય પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં પણ 13 જેટલા કાર્યો પૂર્ણ થયા નથી. જેમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો,
- ખેડૂતોની આવક બમણી કરવી
- વિના મૂલ્ય ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા
- ઠાકોર અને કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવી
- બંધ પડેલી સહકારી સંસ્થા પુના જીવિત કરવી
- મોબાઈલ ક્લિનિક ની શરૂઆત
- આદિવાસી જમીનનો માલિકી હક
- સુરત અને બરોડામાં મેટ્રો સેવા