ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 10 જાન્યુઆરી 2024થી શરૂ થયેલી 10મી ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાઈબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું હતું. આજે સમિટનો ત્રીજો અને અંતિમ દિવસ છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિ વચ્ચે આજે ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનો સમાપન સમારોહ યોજાશે.આ સમિટની 10મી આવૃત્તિના છેલ્લાં દિવસના કાર્યક્રમમાં તેઓ અધ્યક્ષતા કરવાના છે.
Vibrant Summit 2024: અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 10મી વાઈબ્રન્ટ સમિટનું સમાપન - વાઈબ્રન્ટ સમિટ 2024
10 જાન્યુઆરી 2024થી શરૂ થયેલી 10મી ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિ વચ્ચે આજે ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટનો સમાપન સમારોહ યોજાશે. અમિત શાહ સમિટના સમાપન સમારોહમાં સંબોધન પણ કરશે જેમાં તેઓ આ સમિટમાં થયેલા સમજૂતી કરાર, સંભવિત મૂડીરોકાણ અને રોજગારીની તકોના આંકડા જાહેર કરશે.
Published : Jan 12, 2024, 7:04 AM IST
|Updated : Jan 12, 2024, 12:24 PM IST
અમિત શાહ કરશે સમાપન સમારોહમાં સંબોધન: ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10મી જાન્યુઆરીથી શરૂ થયેલી ત્રણ દિવસીય ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થઈ રહ્યું છે. આજે એટલે કે,12મી જાન્યુઆરી બપોરે 2.30 કલાકે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સમિટના અંતિમ દિવસના સમારોહને સંબોધન કરશે. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10મી જાન્યુઆરીએ કર્યું હતું. આ સમિટમાં થયેલા સમજૂતી કરાર, સંભવિત મૂડીરોકાણ અને રોજગારીની તકોના આંકડા જાહેર કરશે.
આજના કાર્યક્રમ
- નેટ ઝીરો તરફ
- ઓપર્ચ્યુનિટિસ થ્રૂ સર્ક્યુલર ઈકોનોમી: વેસ્ટ વોટર અને વેસ્ટમાંથી ઉર્જા ઉત્પાદન
- વૉટ્સથી ગીગાવૉટ સુધી: ચોવીસ કલાક સ્વચ્છ ઉર્જા મેળવવા માટે
- ગુજરાત-ભારતનું ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટિનેશન
- MSME કોન્કલેવ