ગાંધીનગરહિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી ( Himachal assembly elections 2022)ની સત્તાવાર જાહેરાત થઈ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat assembly elections 2022) ની સત્તાવાર જાહેરાત 1 અથવા 2 નવેમ્બરના રોજ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 29 ઓક્ટોબરના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન ( cabinet meeting ) કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel )ની અધ્યક્ષતામાં સંભવત: આ અંતિમ બેઠક ( CM Patel Last Cabinet Meeting in Gandhinagar )યોજાઈ રહી છે.
10 કલાકે યોજાશે બેઠક શનિવારે સવારે 10 કલાકે કેબિનેટ બેઠક ( cabinet meeting ) નું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ બુધવારના રોજ નવા વર્ષની જાહેર રજા હતી અને ત્યારબાદ આવતા અઠવાડિયામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની છે. જેથી રાજ્ય સરકાર દ્વારા શનિવારે ( CM Patel Last Cabinet Meeting in Gandhinagar )જ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રજાલક્ષી કામો થશે બેઠકમાં મહત્વની ચર્ચાની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel )ની આ છેલ્લી કેબિનેટ બેઠક પર છે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં પ્રજાલક્ષી કામોને તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચે અને લોકો રાજ્ય સરકારના કામકાજથી વધુ વાકેફ થાય તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે તેમ છે ત્યારે હવે કેબિનેટ બેઠક ( cabinet meeting ) માં પ્રજાલક્ષી કામો ખાતમુરત લોકાર્પણ અને પ્રજાને ઉપયોગ થાય તેવા મહત્વના નિર્ણયો કરવામાં આવશે.