ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના કેસ જે રીતે વધી રહ્યાં છે, જેની સામે હવે સરકારે નવી રણનીતિ બનાવી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં એક દિવસમાં આવતા કોરોના કેસની સામે રિકવરી રેટ ડબલ થયો છે. દરરોજ દર્દીઓને મોટા પ્રમાણમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 21 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 15572 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 454 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.