ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 186, સુરત મહાપાલિકા વિસ્તારમાં 206, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 67, સુરત 79, રાજકોટ કોર્પોરેશન 38, અમદાવાદ 36, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 24, મહેસાણા 22, બનાસકાંઠા 21, દાહોદ 19, કચ્છ 19, ભરૂચ 18, પંચમહાલ 16, સુરેન્દ્રનગર 15, પાટણ 14, વલસાડ 14, અમરેલી 13, જુનાગઢ કોર્પોરેશન 13 ખેડા, તાપી, વડોદરા 12-12, નવસારી 11, રાજકોટ 11, ભાવનગર 10, સાબરકાંઠા 10, મોરબી 9, આણંદ 7, જામનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 6, મહીસાગર 5, અરવલ્લી 4, જામનગર 3, નર્મદા 3, બોટાદ 2, ગીર સોમનાથ 2, જુનાગઢ 2, છોટાઉદેપુર અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં 24 કલાકમાં રોજ નવા વિક્રમ બનાવતો કોરોના, 965 કેસ, 877 ડિસ્ચાર્જ, કુલ કેસ 48441 - કોરોના વાઇરસના નોંધાયેલા કેસ
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાવાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. 24 કલાકમાં 965 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 48,441 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 877 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં રોજ નવા વિક્રમ બનાવતો કોરોના, 965 કેસ, 877 ડિસ્ચાર્જ, કુલ કેસ 48441
જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી 2147 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 24375 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 206 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 79 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 285 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.