આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા પાક વીમાની માહિતી માંગી હતી, પરંતુ જવાબ મળ્યો ન હતો. પાક વીમો માત્ર કંપનીઓને કમાવા માટેનું કારસ્તાન છે.
પાક વીમો માત્ર કંપનીઓને કમાવા માટેનું કારસ્તાનઃ લલિત વસોયા - accused
ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોને આપવામાં આવતા પાક વીમાને લઇ અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેતી નિયામકની કચેરીમાં ધરણા કરવામાં આવ્યા હતા. આ બાબતે સરકારના અધિકારીઓએ તે સમયે કોંગી ધારાસભ્યોને જવાબ આપવાનું ટાળ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, વીમા કંપનીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 88 અબજ ચૂકવવામાં આવે છે. તેની સામે 2018નું વર્ષ દુષ્કાળનું હતું. સરકારે મોટાભાગના જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા તેમ છતાં 20 અબજ રૂપિયા જેટલો પાકવીમો ચુકવવામાં આવે છે. 71 કરોડ રૂપિયા જેટલો નફો મળે છે. વીમા કંપનીને કમાવા માટેનું કારસ્તાન ગુજરાત સરકારનો હોય તેવું આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે. આગામી સમયમાં અમારો પ્રયત્ન રહેશે કે, ગુજરાત સરકાર અને સહકારી બેંન્કો દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવી અને તેના દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી તેઓ પ્રયાસ રહેશે.
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, મગફળીના પાકમાં નવો રોગ આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. હાલમાં જ વાયુ વાવાઝોડું આવ્યું ત્યારે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સર્વે કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તે પણ કરવામાં આવ્યું નથી.