ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહ રે... ST વોલ્વો ભાડે રાખી સરકારે છેલ્લા 2 વર્ષમાં 79 કરોડ ચૂકવ્યાં - State transportation

રાજ્યની જાહેર જનતા માટે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા દર વર્ષે નવી બસો ખરીદવા માટે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવે છે. કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. પણ રાજ્ય સરકાર હવે કંઈક જનતાને વિશ્વાસ ન આવે તેવું કામ કરી રહી છે. GSRTC દ્વારા જે વોલ્વો બસો ચલાવવામાં આવી રહી છે તે તમામ ભાડા પર ચાલી રહી છે. જ્યારે કિલોમીટર દીઠ 26 રૂપિયા એજન્સીઓને ચુકવવામાં આવી રહ્યાં છે. આ તમામ વિગતો સરકારે જ વિધાનસભા ગૃહમાં રજૂ કરી છે.

state transportation
state transportation

By

Published : Feb 26, 2020, 2:57 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કાગથરાએ પ્રશ્નોત્તરીમાં સવાલ કર્યો હતો કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે વોલ્વો અને એ.સી. બસ ભાડે લેવા માટે એજન્સીઓને કેટલા રૂપિયા ચૂકવે છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સરકારે કુલ 79 કરોડ રૂપિયાનું ભાડું ચુકવ્યું છે. સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, એ.સી. બસ અને વોલ્વો માટે રાજ્ય સરકારે 5 જેટલી એજન્સીઓ સાથે કરાર કર્યા છે. જેમાં કોન્ડુસ્કર ટ્રાવેલ્સ, સાંઈ ટ્રાવેલસ, મોર્ડન ટ્રાવેલ્સ, ચાર્ટડ સ્પીડ, અને આદિનાથ બલ્ક સાથે વિશેષ કરાર કરવામાં આવ્યાં છે. જેમાં સરકાર દ્વારા કિલોમીટર દીઠ અલગ અલગ ભાડાની ચૂકવણી કરવામાં આવી છે.

વોલ્વો સીટરમાં કિલોમીટર દીઠ ભાડું...

  • 500 કિલોમીટર 21.45 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 500-550 કિલોમીટર 21.13 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 551-600 કિલોમીટર. 20.36 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 601- 650 કિલોમીટર 18.96 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 651- 700 કિલોમીટર 18.44 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 701-750 કિલોમીટર 17.96 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 751- 800 કિલોમીટર 17.58 રૂપિયા પ્રતિ કિલોમીટર
  • 801- 850 કિલોમીટર 17.22 રૂપિયા પ્રતિ કિલોમીટર

    વોલ્વો સ્લીપરમાં કિલોમીટર દીઠ ભાડું...

    451- 500 કિલોમીટર 23.30 રૂપિયા પ્રતિ કિલોમીટર

    501-550 કિલોમીટર 22.95 રૂપિયા પ્રતિ કિલોમીટર

    551- 600 કિલોમીટર 22.11 રૂપિયા પ્રતિ કિલોમીટર

    601- 650 કિલોમીટર 20.60 રૂપિયા પ્રતિ કિલોમીટર

    651- 700 કિલોમીટર 20.03 રૂપિયા પ્રતિ કિલોમીટર

    701- 750 કિલોમીટર 19.51 રૂપિયા પ્રતિ કિલોમીટર

    751 - 800 કિલોમીટર 19.10 રૂપિયા પ્રતિ કિલોમીટર

    800 થી વધુ કિલોમીટર 18.71રૂપિયા પ્રતિ કિલોમીટર

    આમ, રાજ્ય સરકાર દ્વારા કુલ 5 એજન્સીઓ પાસેથી 221થી વધુ વોલ્વો અને એસ.સિમ વોલ્વો બસ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે ફક્ત 2 વર્ષમાં 79 કરોડ ભાડા પેટે ચૂકવ્યા છે. જ્યારે 1 જાન્યુઆરી 2018 થી 31 ડિસેમ્બર 2018 સુધીમાં સરકારે નવી બસો લેવા માટે 242.03 કરોડ અને વર્ષ 2019માં 110.30 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. જેમાં વર્ષ 2018માં 2119 અને વર્ષ 2019માં 1690 બસો ખરીદીવામાં આવી છે, પંરતુ તે મુજબ જોઈએ તો એક પણ સરકારી એ.સી. બસો કે વોલ્વો બસોની ખરીદી કરવામાં ન આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details