ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રમ અને રોજગાર વિભાગે 34 ફેકટરીઓમાં નાઈટ શિફટને મંજૂરી આપી - સચિવ વિપુલ મિત્રા

ગાંધીનગર: રોજગારીની તકોને વેગ આપવા માટેના પ્રયાસ તરીકે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતી ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા 34 ફેક્ટરીઓને નાઇટ શિફ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ફેક્ટરીઓના કાયદાની કલમ 66(1) Bની જોગવાઇઓ મુજબ આપવામાં આવી છે.

શ્રમ અને રોજગાર વિભાગે 34 ફેકટરીઓમાં નાઈટ શિફટને મંજૂરી આપી

By

Published : Nov 18, 2019, 10:22 PM IST

આ કલમ હેઠળ અગાઉ સાંજે 7 કલાકથી સવારે 6 કલાક સુધી મહિલાઓને કામે રાખવા ઉપર પ્રતિબંધ હતો, પરંતુ ગુજરાત હાઇકોર્ટે આ જોગવાઇ નાબુદ કરી છે અને તેના પરિણામે ગુજરાત સરકારે કાયદામાં સુધારો કર્યો છે. આથી મહિલાઓ માટે નાઇટ શિફ્ટમાં કામ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ અંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે, “આ ફેકટરીઓને નાઈટ શિફટ માટે મંજૂરી આપવાને કારણે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. આને કારણે વધુ મહિલાઓ નાણાકીય રીતે સ્વતંત્ર બની છે અને શક્તિમાન બની છે. કારણ કે, આ નાઈટ શિફટસમાં મોટા ભાગે મહિલાઓ કામ કરી રહી છે.”

શ્રમ અને રોજગાર વિભાગે 34 ફેકટરીઓમાં નાઈટ શિફટને મંજૂરી આપી

આ ઉપરાંત DISHના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જે 34 કંપનીઓને નાઈટ શિફટની મંજૂરી આપવામાં આવી છે, તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સુઝુકી મોટર્સ, હિન્દુસ્તાન કોકા કોલા, હીરો મોટો કોર્પ, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ, સિયેટ, વેલસ્પન ઈન્ડીયા, શીન્ડર ઇલેક્ટ્રિક, ગુજરાત અંબુજા, ચિરીપાલ ઈન્ડસ્ટ્રીઝ, બાલાજી વેફર્સ, મધરસન સુની, યુનિકેમ ઈન્ડીયા, માર્કસન ફાર્મા અને ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. મિત્રાએ વધુમાં જણાવ્યું છે કે, ફેકટરીઓને નાઈટ શિફટ માટે મંજૂરી આપતાં પહેલાં વિસ્તૃત પ્રક્રિયા અનુસરવાની રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “રાજ્ય સરકાર માટે કામદારોની સલામતી ખૂબ જ મહત્વની છે. ડિરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) અને શ્રમ અને રોજગાર વિભાગ નાઈટ શિફટની મંજૂરી આપતા પહેલા સલામતીના પગલાં, કામદારોના વેતન, લાવવા-લઈ જવાની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત પાસાની ચકાસણી કરે છે.”

ABOUT THE AUTHOR

...view details