ગાંધીનગર રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે બાથ ભીડનાર ભારતીય કિસાન સંઘની (Bharatiya Kisan Sangh) આજે અચાનક વહેલી સવારે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતના ખેડૂતોએ આકસ્મિક મૃત્યુ પામે તો રાજ્ય સરકાર ખેડૂતના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય(Death assistance to farmer) આપે તેવી માંગ કરવામાં આવી હતી.
બજેટમાં ખેડુતોની જોગવાઈમાં વધારો ભારતીય કિસાન સંઘ (Kisan Sangh submitted Minister) દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાને લઈને કૃષિપ્રધાન રાઘવજી પટેલ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી બજેટમાં (Kisan Sangh submit 14 issues Agriculture Minister) ખેડૂતોની વિવિધ યોજનામાં જોગવાઈની મર્યાદા વધારવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ખેડૂતોની આકસ્મિક મૃત્યુ સહાય બાબતે રજુઆત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોનાપડતર પ્રશ્નોનું નિવારણ ઝડપી લાવવામાં આવે તેવી કિસાન સંઘ દ્વારા 14 જેટલા અલગ અલગ મુદ્દાની કૃષિપ્રધાનને રજુઆત કરવામાં આવી હતી.
પાક વિમા વળતર નથી મળ્યું 2019 પાક વિમા વળતર નથી મળ્યું આ અંગે ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી બજેટમાં ખેડૂતોના હિતાર્થ યોજનની જોગવાઈમાં વધારો કરવામાં આવે. રાજ્યમાં જે ખેડૂતોને 2019નું પાક વિમાનું વળતર મળ્યું નથી. તે સત્વરે મળે તેવી રજુઆત કરવામાં આવી. તાર ફેંસિંગ યોજનની પડતર રજીઓનો નિકાલ કરવામાં આવે. સર્ટીફાઇડ બિયારણ યોજનામ વધારો કરવાની રજુઆત કરવામાં આવી છે.રાજ્ય સરકાર કિસાન સંઘ દ્વારા 14 મુદ્દા જે રજૂ કરવામાં આવ્યા છે તેને બજેટમાં પ્રાધાન્ય આપે તેવી કૃષિપ્રધાન રાઘવજી પટેલને કિસાન સંઘના હોદ્દેદારોએ રજુઆત કરી છે.