ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેકાના ભાવ અંગે કિસાન સંઘે સરકાર સાથે બેઠક યોજી, શું થયું જાણો...!

રાજ્યમાં રવિ પાકની ખરીદી માટે 28 ફેબ્રુઆરી રજીસ્ટ્રેશનનો (Registration for Ravi Pak) અંતિમ દિવસ છે. ત્યારે ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) દ્વારા સરકાર સાથે ટેકાના વધારાના ભાવથી ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

ટેકાના ભાવ અંગે કિસાન સંઘની સરકાર સાથે બેઠક યોજી, શું થયું જાણો...!
ટેકાના ભાવ અંગે કિસાન સંઘની સરકાર સાથે બેઠક યોજી, શું થયું જાણો...!

By

Published : Feb 22, 2022, 2:14 PM IST

ગાંધીનગર : રાજ્યમાં રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન (Registration for Ravi Pak) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 28 ફેબ્રુઆરીએ રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસે 1 માર્ચના દિવસે ટેકાના ભાવથી ચણા, અડદ જેવા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ત્યારે ખરીદી પહેલા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના કૃષિ પ્રધાન અને અન્ન નાગરિક પુરવઠા પ્રધાન સાથે બેઠક યોજીને (Kisan Sangh a Meeting the Government) ટેકાના વધારાના ભાવથી ખરીદી કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા

8 ટકાનો વધારાની કરાઈ માંગ

ટેકાના ભાવ અંગે કિસાન સંઘની સરકાર સાથે બેઠક યોજી

ભારતીય કિસાન સંઘના (Bhartiya Kisan Sangh) મહા પ્રધાન આર.કે પટેલે જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ રહી છે. ત્યારે 8 ટકાના ભાવવધારાની (Purchase at Support Price in Gujarat) માંગ કરવામાં આવી છે. જ્યારે ચણાની ખરીદીમાં પણ વધુ અને ઓછામાં ઓછી 125 માં ખરીદી રાજ્ય સરકાર કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચણાનો પાક ખૂબ જ થયો છે, ત્યારે વધુ ખરીદીની માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે.

પાક જુનો ભાવ નવો ભાવ
ડાંગર 1950 2550
બાજરી 2900 3050
જુવાર 4555 5000
મકાઈ 3470 4200
તુવેર 7000 7500
મગ 8700 8750
અડદ 8700 8700
મગફળી 6400 7000
તલ 8700 9600
કપાસ 7750 8250

નવા ભાવની રજૂઆત કરાઇ

કિસાન સંઘના (Indian Farmers Union) મહા પ્રધાન આર.કે પટેલે જણાવ્યું હતું કે, નવા ભાવની રજૂઆત અત્યારે સરકારને કરાય છે. કેન્દ્ર સરકાર કરશે ત્યાર બાદ અંતિમ સમયે ભાવ નક્કી કરવામાં આવશે. તેમજ નવા ભાવથી ખરીદી થાય તેવી પણ માંગ કિસાન સંઘ (Demand of Kisan Sangh) દ્વારા કરવામાં આવી છે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે અને નાના ખેડૂતોને પણ પોતાના પ્રમાણમાં આવક થઈ શકે.

આ પણ વાંચોઃ મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે રાજકોટના ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા

ABOUT THE AUTHOR

...view details