ગાંધીનગર : ગુજરાતના મહાઠગ કિરણ પટેલ કાશ્મીરમાં PMO ઓફીસના અધિકારીના ખોટા વીઝીટીંગ કાર્ડ બનાવીને કાશ્મીરમાં ઝેડ પલ્સ સુરક્ષા સાથે ફરતો હતો. જેમાં જમ્મુ કાશ્મીરે કિરણ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અમદાવાદ અને બરોડામાં પણ કિરણ પટેલ વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધાયા છે. આ સમય દરમિયાન ભાજપના સોશિયલ મીડિયાના નેતા અમિત પંડ્યા સાથેના સંબંધો સામે આવ્યા છે. જેમાં અમિત પંડ્યાના પિતા હિતેશ પંડ્યા કે જેવું CMOમાં APRO તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 24 માર્ચના રોજ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ETV Bharat સાથે હિતેશ પંડ્યાએ ખાસ વાતચીત કરીને નિર્દોષ હોવાની વાત કરી હતી.
શા માટે આપ્યું રાજીનામું :24 માર્ચના રોજ રાજ્યના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે, ત્યારે ETV Bharatને જણાવ્યું હતું કે, મને અહીંયા સુધી નરેન્દ્ર મોદી ચલાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી કિરણ પટેલના કેસમાં CMOના PRO તરીકે મારું નામ પૂછ્યું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની છબી ન ખડાય તેમનું નામ બદનામ ન થાય તેને ધ્યાનમાં લઈને જ મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે, જ્યારે પહેલા પણ મે મુખ્યપ્રધાન નું ધ્યાન દોર્યું હતું ત્યારબાદ મેં તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું છે.
અમિત પંડ્યા અને કિરણ પટેલ વચ્ચે સંબંધ:હિતેશ પંડ્યાએ કિરણ પટેલ અને તેમના પુત્ર અમિત પંડ્યા વિશેના સંબંધો વિશેનો વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004 - 2005ની વચ્ચે અમિત અને કિરણ બંને એક જ આઈટી કંપનીમાં અમદાવાદમાં નોકરી કરતા હતા. ત્યાંથી ન જ તેઓની મિત્રતાની શરૂઆત થઈ હતી, જ્યારે બિઝનેસમાં તેઓ કોઈપણ પ્રકારના પાર્ટનર હોવાની વાત પણ હિતેશ પંડ્યા એ કહી હતી. આમ, અમિત પંડ્યા અને કિરણ પટેલ ગાઢ મિત્ર નહીં પરંતુ મિત્ર તરીકે હતા.