ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય 35000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવાશે - Sardar Sarovar Narmada Yojana

ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 111 ગામોના ખેડૂતોને ખારીકટ ફતેવાડી યોજનાના અંદાજે 35,000  હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. Scheme for irrigation to farmers, Kharikat Fatewadi Scheme

ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય 35000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવાશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય 35000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવાશે

By

Published : Sep 6, 2022, 6:17 PM IST

ગાંધીનગરગુજરાતમાં વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ બેઠક દરમિયાન ખારીકટ કેનાલમાં પાણી (Kharikat Fatewadi Yojana)છોડવા બાબતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલ વચ્ચે ચાલું કેબિનેટ બેઠકમાં જ માથાકૂટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે આ જ ખારીકટ કેનાલમાં માથાકૂટ બાદ પાણી છોડવાનો વિજય રૂપાણીની સરકારે નિર્ણય કર્યો હતો. ત્યારે ફરીથી હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 111 ગામોનાખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી( Sardar Sarovar Narmada Yojana)નિર્ણય કર્યો છે.

35,000 હેકટર પાણી માટેનો નિર્ણયમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય( Sardar Sarovar Narmada Yojana )અનુસાર ખારીકટ ફતેવાડી યોજનાના અંદાજે 35,000 હેક્ટરપિયત વિસ્તારનેસરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35000 હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો, એટલું જ નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી. આ કિસાન નિર્ણયને પરિણામે 111 ગામોના 6000થી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.

પૂર્વ વિસ્તારની સકલ બદલાશેખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35000 હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાના નિર્ણયને( Scheme for irrigation to farmers)ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધાવ્યો છે. આ યોજનાથી અમદાવાદ પુર્વ વિસ્તારની તસવીર બદલાઇ જશે, રાજય સરકારના આ નિર્ણયથી 111 ગામોના આશરે 6000થી વધુ ખેડૂતોને યોજનાનો લાભ મળશે. આ યોજનાથી અમદાવાદ પુર્વ વિસ્તારની તસવીર બદલાઇ જશે.

ABOUT THE AUTHOR

...view details