ગાંધીનગરઃ શહેરના સેક્ટર-12માં આવેલા ઉમિયા ભવન ખાતે ભાજપની બે દિવસથી કાર્યશાળા ચાલી રહી છે. આવતીકાલે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો વિજય કરવા માટે ઓછા પડી રહ્યા છે. એવા સમયે ગુરુવારે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા કાર્યશાળામાં હાજર રહ્યા હતા, જે કોંગ્રેસ માટે ચોક્કસ ચિંતાનો વિષય કહી શકાય.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે NCP નેતા કાંધલ જાડેજા ભાજપની કાર્યશાળામાં હાજર, કોંગ્રેસ માટે ચિંતાનો વિષય - કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
ગાંધીનગરમાં ઉમિયા ભવન ખાતે ભાજપની બે દિવસથી કાર્યશાળા ચાલી રહી છે. આવતીકાલે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુરુવારે બીજા દિવસે કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં હાજર રહેલા કાંધલ જાડેજાએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કાંધલ જાડેજા ભાજપની કાર્યશાળામાં હાજર, કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
રાજ્યકક્ષાના પ્રધાન હકુભા જાડેજા કાંધલને સાથે લઈને આવ્યા હતા, ત્યારે કાંધલ જાડેજા ભાજપને મત આપશે તેવું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજા પહેલેથી જ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. જ્યારે NCPએ કોંગ્રેસને મત આપવા માટે મેન્ડેટ આપ્યો છે. કાર્યક્રમમાં હાજર રહેલા કાંધલ જાડેજા મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
Last Updated : Jun 18, 2020, 5:40 PM IST