ગાંધીનગર: સમગ્ર દેશમાં કાયદો કાનૂન અને પોલીસની વ્યવસ્થા કઈ રીતની છે ? કેવા ફેક્ટર કામ કરે છે અને કેવા ફેક્ટરો દેશના રાજ્યોમાં છે. આ ફેક્ટરને ધ્યાનમાં રાખને એક ખાનગી કંપનીની મદદથી ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 18 માસથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ રિપોર્ટનો લોન્ચીંગ કાર્યક્રમ શનિવારે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. જ્યાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને આઠમો ક્રમ મળ્યો છે. મહારાષ્ટ્ર દેશમાં નંબર વન રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે.
ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 મહત્વના ચાર પાયાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પોલીસ, જેલ, જ્યૂડિસરી અને લીગલ એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને સમગ્ર રિપોર્ટ 18 માસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ચાર પાયામાં પણ બજેટ માનવ સંસાધન, ડાયવર્સિટી, આંતરમાળખું, સસલુ અને ફ્રેન્ડના આધાર પર આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અંગે જ મહત્વની વાત કરવામાં આવે, તો ગુજરાત પોલીસને દસમાંથી 4.55 જેલ પ્રશાસને 5.30, રાજ્યની અદાલતોની 5.32 અને લીગલ એડવાઈઝરીને 5.30 માર્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 રજૂ કર્યા બાદ સમગ્ર દેશમાં કેટલી જનતાની સામે કેટલી પોલીસ બળ છે, તે અંગેનો પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે, તો ગુજરાતમાં પ્રતિ 1032 લોકો સામે ફક્ત એક પોલીસ કર્મચારી હોવાની નોંધ રિપોર્ટમાં કરવામાં આવી છે.