પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી ગાંધીનગર: વર્ષ 2018 માં જાહેર કરાયેલી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે સવારે 11:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી યોજવાની હતી પરંતુ અચાનક જ વહેલી સવારે 6.20 કલાકે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ કરવાની જાહેરાત કરવામાં આવી. સમગ્ર ઘટના શુ હતી, કેવી રીતે મંડળને જાણ થઈ તે બાબતે જુવો ETV નો ખાસ એહવાલ
અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસકો પડ્યો રાત્રિના 2 કલાકે થઈ જાણ:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજીકાબેન કચેરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પંચાયત સેવા પસંદગી મંડળના જુનિયર ક્લાર્કનું પેપર સવારે 11:00 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન હતું. તે દરમિયાન ગુજરાત રાજ્ય બહાર એક ટોળકી આમાં એક્ટિવ થઈ હતી અને પેપર ફૂટ્યું હતું રાત્રિના બે કલાકે પેપર ફૂટ્યું હોવાની જાણ મંડળને થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ક્રોસ તપાસ કરતા પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું. કોઈપણ વ્યક્તિ ગેરકાયદે રીતે ગુજરાત સરકારમાં નોકરી ન મેળવે તેને ધ્યાનમાં લઈને જ ચાર કલાકની અંદર જ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઉમેદવારોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા ગુજરાત બહાર પેપર ફૂટ્યું:પંચાયત પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન ગુજરાત બહારથી પ્રિન્ટિંગ પ્રેસ પરથી આ પેપર ફૂટ્યું છે અને આ પેપર ફોડવામાં ગુજરાત બહારની ટોળકી નો હાથ છે. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ પરીક્ષાનું પેપર હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું હોવાની વાત સામે આવી છે. જ્યારે પરીક્ષાઓના વ્યાપક હિતમાં પરીક્ષામાં ખૂબ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યું છે સરકારને યુવાઓની ચિંતા છે તેને ધ્યાનમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ આપ પેપરને બ્રેક ડાઉન કર્યું છે તેને ચોક્કસથી દંડ અને સજા મળશે.
આ પણ વાંચોJunior clerk exam paper leak: વડોદરા એપી સેન્ટર, કોચિંગ ક્લાસમાં તપાસ કરતી પેપર મળ્યા
ફરીથી થશે આયોજન:પંચાયત પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું છે. આ ખૂબ જ ખાનગી પ્રક્રિયા હોય છે ત્યારે હવે ફરીથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ગુજરાત બહારથી આ પેપર ફૂટ્યું છે. સરકાર અને પોલીસ વિભાગ જિલ્લા 72 કલાકથી કાર્યરત હતું એટલા માટે જ નાનામાં નાની મોમેન્ટ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિભાગને ધ્યાનમાં આવતા જ તાત્કાલિક ધોરણે તપાસ કરતા પેપર ફૂટ્યું હોવાથી પરીક્ષામાં ખૂબ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ ગુજરાત રાજ્યમાંથી કોઈ પણ પ્રકારનું પેપર લીક થયું નથી જ્યારે આ પરીક્ષાનું આયોજન છેલ્લા 6 માસથી કરવામાં આવતું હતું ત્યારે હવે ફરીથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોJunior Clerk Exam Paper Leaked: પેપર રદ્દ થતા ઉમેદવારોનો આક્રોશ સાતમા આસમાને
ઘરે જવા એસ.ટી. બસની ફ્રી વ્યવસ્થા:ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષા આપવા માટે નજીકના અથવા અન્ય જિલ્લામાં ગયા હતા પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા પરીક્ષા જ મોકુફ કરવામાં આવી હતી. જેથી કોઈપણ ઉમેદવાર પોતાનો કોલ લેટર અથવા તો હોલ ટિકિટ અને અસર ફોટો આઈડી બતાવીને ગુજરાત એસટી બસમાં વિના મૂલ્ય મુસાફરી કરીને ઉમેદવારોને પોતાનાં ઘરે જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે તમામ એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઉમેદવારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
બસ સ્ટેશન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો