ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 9 એપ્રિલે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાશે. પેપર લીક થાય કે પેપર ફૂટે નહી અને નવા કાયદાને અનુસરીને બોર્ડ દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડીને સૂચનાઓ આપી છે. પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ શું લઈ જવું? શું ન લઈ જવું? તેમજ શેના પર પ્રતિબંધ રહેશે? તે અંગે વિગતવાર જણાવ્યું છે.
આ પણ વાંચોJunior Clerk Exam: એસટી વિભાગનો મહત્વનો નિર્ણય, ભાડામાં કોઈ વધારો નહીં વસુલાય
જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:
- પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવા ઉપર પ્રતિબંધ રહેશે.
- પરીક્ષા સ્થળે ઇલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા ઉપર પ્રતિબંધ છે.
- પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિશેષ ધ્યાનભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ છે.
- પરીક્ષા સ્થળે ચોરી કરવા/કરાવવાના હેતુથી પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો લઈ જવા ઉપર પ્રતિબંધ
- પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાનાં કેન્દ્રો, દુકાનો ઉપર ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન પરીક્ષા સમયે ચાલુ કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ
- પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારનું હથિયાર લઈ જ દાખલ થવા ઉપર પ્રતિબંધ
- પરીક્ષા સ્થળની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાન-બીડીના ગલ્લા તથા ચા-પાણીના કેન્દ્રો પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા/કરાવવા ઉપર પ્રતિંબધ રહેશે.
- પ્રતિબંધિત વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા ઉપર પ્રતિબંધ
- પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા પર પ્રતિબંધ છે.
- પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન લઈ જવા પર પ્રતિંબધ
- પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ