ગાંધીનગર : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે મંગળવારે પાકિસ્તાનના નકશામાં જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનના નકશામાં ગણાવ્યું છે, ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાન સરકારનો જવાબ આપતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાને જે પાકિસ્તાનનો નકશો રિલીઝ કર્યો છે તે એક રાજકીય નકશો છે. જ્યારે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ભૂતકાળથી વાકેફ જ નથી.
જૂનાગઢ અને માણાવદર ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાન અકલમઠુ છે: જવાહર ચાવડા - ઇમરાન ખાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન બોખલાઇ ગયા છે. આ વખતે પાકિસ્તાન વડાપ્રધાને પોતાના નકશામાં જૂનાગઢ અને માણાવદરને દર્શાવ્યું છે. જેના પગલે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ વચ્ચે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પ્રતિક્રિયા આપતા જૂનાગઢ અને માણાવદરને દેશના અભિન્ન અંગ ગણાવ્યાં હતાં.
જ્યારે ગુજરાત રાજ્યના પ્રવાસન પ્રધાન અને જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે જૂનાગઢ અને માણાવદર ગુજરાતનું અભિન્ન અંગ છે. વર્ષ 1947માં જ્યારે દેશને આઝાદી મળી ત્યારથી જ જૂનાગઢ અને માણાવદર દેશનું એક અંગ બન્યા હતા. જ્યારે આઝાદી મળી ત્યારે પણ પાકિસ્તાનમાંથી કોઈ ગુજરાતના જૂનાગઢ અને માણાવદરમાં આવ્યા નહતાં. આ સાથે જ જવાહર ચાવડાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સલાહ આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાના વિકાસના કામોમાં ધ્યાન દે અમે અહીંયા બરાબર છીએ અને ખૂબ સુખી છીએ.