આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન છે. ત્યારે ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઈન આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે પ્રયત્નો કરે છે. ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં આત્મહત્યા નિવારવા માટે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે. જીવન આસ્થા હેલ્પલાઇન ગુજરાતીમાં પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. હેલ્પલાઇન ઉપર રોજના 80 થી 90 ફોન આત્મહત્યા કરવા માટેના આવી રહ્યા છે, જે માત્ર ગાંધીનગર જિલ્લાના જ છે. 4 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.
વિશ્વ આત્મહત્યા નિવારણ દિન: આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' હેલ્પલાઈન
ગાંધીનગરઃ દુનિયામાં નાગરિકોની જીવનશૈલી ઝડપથી બદલાઈ રહી છે. મોજશોખ અને રૂપિયા કમાવવા માટે લોકો ટૂંકો રસ્તો પસંદ કરી રહ્યાં છે. ક્યારેય મોજશોખની માયાજાળ ફસાઈ લોકો જીવન ટુંકાવી નાખતા હોય છે. ગાંધીનગરની જીવન આસ્થા હેલ્પલાઈન આત્મહત્યા કરતા લોકોને બચાવવા માટે અનોખી પહેલી કરી રહી છે.
આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિન, આત્મહત્યા કરતા લોકોને બચાવે છે 'જીવન આસ્થા' સંસ્થા
જિલ્લાના નાગરિકોને બચાવવા માટે શુભ આશયથી શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન જીવન આસ્થાનો ઉપયોગ 4 વર્ષમાં 40 હજાર કરતા વધુ લોકોએ દુનિયાને અલવિદા કરવા માટે મન બનાવી નાખ્યા બાદ ઉપયોગ કર્યો છે. હેલ્પ લાઈનમાં ફરજ બજાવતા સાત કર્મચારીઓ દ્વારા ફોન ઉપર જ મોતને વહાલું કરવા જઇ રહેલા લોકોને બચાવાયા છે.
Last Updated : Sep 10, 2019, 5:10 PM IST