ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વડાપ્રધાન મોદીના નિર્ણયોની કરી પ્રશંસા - Waghan praised Prime Minister Modi's decisions

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીએ આજે બુધવારે પાર્ટી ઓફિસ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો હતો.

જીતુ વાઘાણી
જીતુ વાઘાણી

By

Published : Jul 1, 2020, 7:44 PM IST

Updated : Jul 1, 2020, 8:11 PM IST

અમદાવાદ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે બુધવારે પાર્ટી ઓફિસ કમલમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને નવેમ્બર માસના અંત સુધી વિનામૂલ્યે અનાજ આપવાની કરેલી જાહેરાતને વધાવી હતી. આ તકે જીતુ વાઘાણીએ કોંગ્રેસની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી.

વડાપ્રધાનના નિર્ણયનો પ્રદેશ અધ્યક્ષે કર્યો આવકાર :

  • વડાપ્રધાને ગરીબોને નવેમ્બર સુધી વિનામુલ્યે અનાજ આપવાની જાહેરાતને વધાવી
  • કોંગ્રેસની સરખામણી અંગ્રેજો સાથે કરી
  • નવેમ્બર માસ સુધીમાં 1.5 લાખ કરોડથી વધુના મુલ્યનું અનાજ 80 કરોડ લોકોને વિનામુલ્યે પ્રાપ્ત થશે
  • રથયાત્રાને લઇ કોંગી કાર્યકરોએ શહેરમાં મહંતના નામના ખોટા પોસ્ટરો લગાવતા કાર્યકરોની અટકાયત કરાઇ તે યોગ્ય
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સરકાર યોગ્ય સમય પર નિર્ણય લેશે

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના આ કપરા કાળમાં એપ્રિલથી લઈને નવેમ્બર માસના અંત સુધીમાં 1.5 લાખ કરોડથી વધુના મૂલ્યનું અનાજ દેશના 80 કરોડ નાગરિકોને વિનામૂલ્ય પ્રાપ્ત થશે. આમ 'ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજના' વિશ્વની સૌથી મોટી અન્ન સુરક્ષા યોજના બની ચૂકી છે.

જનધન યોજના થકી 20 કરોડ ગરીબોના ખાતામાં કોરોનાના આ સંકટમાં સમયમાં 31 હજાર કરોડની રકમ જમા કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-DBTના મારફત સીધા જમા કરાવવામાં આવ્યા છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વડાપ્રધાન મોદીના નિર્ણયોની કરી પ્રશંસા
અમદાવાદમાં રથયાત્રાને લઈને સાધુ સંતોમાં જે રોષ હતો તેનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકરોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના નામે ખોટા પોસ્ટરો લગાવ્યા હતા. તેનો વિરોધ કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પોસ્ટર લગાવનારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે તે યોગ્ય છે. કોંગ્રેસ સમાજમાં ઉશ્કેરણી અને વૈમનસ્ય ફેલાવવાનું હીન કૃત્ય કરી રહી છે. કોંગ્રેસ એ અંગ્રેજો જેવી છે જે, હિન્દુ સમાજમાં ભાગલા પાડીને રાજ કરવાની માનશા ધરાવે છે.પેટ્રોલના ભાવને લઇ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે, પરંતુ કોંગ્રેસ જે પેટ્રોલના વધતા ભાવને લઈને ઊહાપોહ કરી રહી છે, ત્યારે ભાજપ શાસિત રાજ્યો કરતાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્યોમાં પેટ્રોલની કિંમત વધુ છે.
Last Updated : Jul 1, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details