મેવાણીએ કહ્યું કે, CAA એકટના વઘામણા કરવા ગુજરાતના ગૃહપ્રઘાન જાડેજાએ પ્રસ્તાવ લઇને આવ્યા હતા. આ પ્રસ્તાવના અનુસંઘાનમાં મેં મારા વિચારો વ્યકત કરવાની વિધાનસભાના અઘ્યક્ષ પાસે લેખિતમાં માગણી કરી, પરંતુ કોઇ જવાબ ન મળ્યો. ત્યારબાદ હું બેનર લઇને ઉભો રહ્યો સતત રજૂઆત કરતો રહ્યો હતો.
અપક્ષમાંથી ચૂંટાયેલો હોવાના કારણે મારી સાથે અન્યાય થાય છે. તમે મને બોલવાની તક આપો. બિલ બાબતે મારે કંઇક કહેવું છે, આ કાયદો કાળો કાયદો કેમ છે ? ગેરબંઘારણીય કેમ છે ? તેની વાત કરવી છે. એ છતાં મને બોલવાની તક ન આપતાં ના છૂટકે આખરી વિકલ્પ તરીકે કાળા કાયદાને ગુજરાતની વિઘાનસભાના ગૃહમાં ફાળી નાખ્યો તેનું કારણએ છે કે, ભારતના બંઘારણની પ્રસ્તાવના ઘર્મ નિરીપેક્ષ, સમાજવાદી કલ્પનાની વાત કરે છે. આ કાળો કાયદો એવું કહે છે કે, જે હક અને અઘિકાર હિન્દુ, પારસી, જૈન, બુદ્ધ, શીખ, ઇસાઇના સમુદાયના લોકોને મળે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા પણ તે હક અને અઘિકાર મુસ્લિમ ઘર્મના લોકોને નહી મળે. એવું કહીને ચોક્કસ ઘર્મ અને સમુદાયના લોકોની ચોકડી મારવી તે વાત ભારતની છાતીમાં છેદ કરવા સમાન છે.
ભારતના બંઘારણ સાથે સુસગત નથી. અને અટલા માટે જ આ કાયદાને મેં ફાડી નાખ્યો છે. સાથો સાથ મારા હાથમાં રહેલા બેનરમાં એક સવાલ હતો. બર્માથી આવેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તે પોતે કેવી રીતે પોતાની નાગરિકતા સાબિત કરશે. CM પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના માતા-પિતાના આઘાર પુરાવા જાહેર કરે અને પછી ગુજરાતની સાડા છ કરોડની જનતાના આઘાર પુરાવાની માગણી કરે. દેશના ગૃપ્રઘાન અમિત શાહ એકથી વઘારે વખત કહી ચુક્યા છે કે, સી.એ.એ. બાદ એન.પી.આર. થશે. એન.આર.સી. થશે. અને તેની જોગવાઇ કરવામાં આવી છે. 1987 પછી જન્મેલાએ આ દેશના નાગરિક છે કે, કેમ તે સાબિત કરવા એમણે એમના માતા-પિતાના જન્મ સ્થળ અને તારીખના પુરાવા લાવવામાં પડશે.