ગાંધીનગરઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વયસ્કો, સગર્ભા મહિલાઓ અને બાળકો પોતાના ઘરમાં જ શક્ય એટલા આઇસોલેશનમાં રહે. Body:રત્ન કલાકારો પણ અનિવાર્યતા ન હોય તો ત્યાં જ રોકાયા અને વતનના સ્થળે જવું હોય તો સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસેથી જરૂરી પાસ અને મંજૂરી મેળવીને જ જાય. સરપંચ પણ આવા લોકો ગામમાં પ્રવેશે ત્યારે તેઓના આરોગ્યની પૂરતી ચકાસણી કરીને કવોરન્ટાઈન સહિતની પગલાંઓ સુનિશ્ચિત કરે તે જરૂરી છે. રેડ ઝોનના કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો અસરકારક અમલ કરાશે. આ વિસ્તારોમાં શક્ય તેટલી ઓછી અવરજવર થાય અને બિનજરૂરી અવરજવરને રોકવા માટે સ્થાનિક આગેવાનોનો સહયોગ લઇ આ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ કામ વગર બહાર ન નીકળે અને બહારથી કોઈ વ્યક્તિ અંદર ન આવે એ માટે માઇક્રો મેનેજમેન્ટ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
રત્ન કલાકારો સ્થાનિકતંત્રના પાસથી ગામમાં પ્રવેશ મેળવે, કવોરન્ટાઇનની વ્યવસ્થા સરપંચ કરે : DGP - ડીજીપી
રેડ ઝોન વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ ઘટે તે માટે માલવાહક વાહનોની હેરાફેરી તથા આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે, ત્યારે નાગરિકો પણ સંયમ રાખીને સહયોગ આપે. પોલીસને પણ આ માટે ચોક્કસ દિશાનિર્દેશો આપી દેવાયાં છે. રોડ બ્લોક કરીને તમામ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકૃત લોકોને જ અવરજવર કરવા દેવાશે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 136 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 11200 ગુના દાખલ કરીને 21163 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 87 ગુના નોંધીને 99 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 2569 ગુના નોંધીને 3675 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૧ ગુનામાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 546 ગુનામાં કુલ 815 લોકોની અટકાયત કરવામાં આવી છે.