ગાંધીનગરઃ .પિતાના વારસામાં પ્રધાનપદું મેળવનાર જયેશ રાદડિયાએ કહ્યું કે, જેતપુર અને જામકંડોરણા અમારો જ વિસ્તાર છે. જેમા 30 વર્ષનું અમારૂં વાવેતર છે અમે પ્રજાની સેવા કરી છે. આ વિસ્તાર અમારો જ છે તે આજે પણ કહું છું. ભાજપે મને અપેક્ષાથી વધારે આપ્યું છે. જ્યારે લોકસભામાં પણ પક્ષે મને લડવાનું કહ્યું હતું. તેમ કહીને કહ્યું કે પક્ષમાં કે પરિવારમાં મને કોઈની સામે વિરોધ નથી. પરંતુ કોંગ્રેસના લોકોને સંબોધન કરીને કહ્યું હતું કે, તેમને આ વિસ્તારમાં ઘુસવા નહી દઉં.
રાદડિયાની 'ગુલાંટ', ભાજપે તો ઘણું આપ્યું છે, 'ખેતરમાં તો કોંગ્રેસને નહીં ઘુસવા દઉં'
રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા સમૂહલગ્નમાં જાહેરમાં કહ્યું હતું કે, આ મારા પિતાજીનું ખેતર છે, તેમાં કોઈને ઘૂસવા નહીં દઉં, આમ કહેનાર રાદડિયાએ આજે ફેરવી તોડ્યું છે. પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે મારો ઈશારો કોંગ્રેસના લોકો સામે લોકો સામે હતો. આ નિવેદન મેં પહેલી વખત નથી કર્યું, અગાઉ પણ કર્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિરોધી ઉમેદવારને સંબોધન કર્યું હતું.
પોતાને અસુરક્ષિત માનતા પ્રધાને કહ્યું કે, રાજકારણમાં મેં ક્યારેય કોઇ પ્રકારની ચિંતા કરી પ્રકારની ચિંતા કરી નથી. મગફળીકાંડ મુદ્દે દિલીપ સંઘણીએ ભ્રષ્ટાચારમાં અધિકારીઓની સંડોવણીની આક્ષેપ કર્યો હતો. ત્યારે રાદડિયાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર થયો હોય તેવું હજુ સામે આવ્યું નથી. હજુ એવું પણ સાબિત નથી થયું કે અધિકારીઓની સંડોવણી હોય. 2.32 લાખ ખેડૂતો પાસેથી 4.70 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઈ છે. અંદાજે 1600 કરોડ રૂપિયાનું સીધા જ ખાતામાં ચુકવણું થયું છે. ખેડૂતને SMS મળતાં તે પોતાની મગફળી લઈને આવ્યાં હતાં અને ખેડૂતે પોતે સોગંદનામું પણ આપ્યું છે.
ખેડૂતના નામે ક્યારેય રાજકારણ હોય ન શકે. રેશનિંગમાં અનાજ બરોબર વેચી દેવાના કૌભાંડ મુદ્દે રાદડિયાએ નિવેદન આપતાં કહ્યુ કે, સમગ્ર રાજ્યમાં વિભાગ દ્વારા દરોડા પાડીને કામગીરી થતી હોય છે. વધારાની તપાસ કલેક્ટર દ્વારા પણ કરવામાં આવતી હોય છે. વિભાગની સ્ટેટ લેવલની કમિટી પગલાં લઈ લાયસન્સ સસ્પેન્ડ કરે છે.