ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે, તેને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટૉકોલ મુજબ સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે. જે વિસ્તારમા પોઝીટીવ કેસ નોંધાયા છે, તેના 3 કી.મીના પરિઘમા ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરાશે. એ જ રીતે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમા આવતા પાંચ કી. મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે. જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે.
કોરોના વકર્યો: કુલ કેસ 71 થયા, સંક્રમિત કેસમાં વધારો - coronavirus
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 71 થઇ ગઇ છે. સુરતના 70 વર્ષના પુરૂષને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજકોટના 28 વર્ષના પુરુષને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધી 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેમા બે અમદાવાદ અને બે સુતરના છે. તેમજ 2 લોકો વેન્ટીલેટર પર છે.

આ વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરીકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે, તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ જણાવ્યું કે, હાલ 18,701 હોમ કોરંટાઇન, 744 સરકારી, 172 ખાનગી મળી કુલ 19,617 લોકો કોરંટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં 5.90 કરોડ નાગરિકોનું સર્વેક્ષણ - ટ્રેકિંગ પૂર્ણ કરેલ છે.