ગાંધીનગરઃ ગુજરાતમાં જે રીતે કોરોનાવાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઇને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજે કુલ 10 જેટલા કેસમાં વધારો થયો છે, જેથી ગુજરાતમાં કુલ આંક પાંચ સુધી પહોંચ્યો છે, આ ઉપરાંત ગાંધીનગરમાં બે અને વડોદરાના એક દર્દીને આજે રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ ક્લસ્ટર ઝોનમાં ધામાં નાખશે, સઘન ચેકીંગ થશે : જયંતિ રવિ - ક્લસ્ટર ઝોન
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસના આંક વધી રહ્યા છે, શનિવારના રોજ 10 જેટલા કેસોનો વધારો થઈને કુલ અંક 105 સુધી પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાત આરોગ્ય વિભાગ માટે સૌથી ચેલેન્જીગ સમય આવી ગયો છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે હવે આરોગ્ય વિભાગ દ્વારા ક્લસ્ટર ઝોન પર વધુ ફોક્સ કરવામાં આવશે અને તમામ લોકોની તાપસ કરવામાં આવશે.
પરંતુ જે રીતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને હવે અમદાવાદના જે વિસ્તાર અને તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તે વિસ્તારમાંમાં હવે આરોગ્ય વિભાગની અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે સાથે જ આ વિસ્તારમાંથી કોઈપણ વ્યક્તિને બહાર જવા દેવામાં આવશે નહીં અને કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારમાં પ્રવેશ પણ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ અમદાવાદમાં કુલ 5 કેસ પોઝિટિવ ગાંધીનગરમાં 2, ભાવનગરમાં 2, પાટણમાં 1, આમ કુલ 10 જેટલા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.
જિલ્લા પ્રમાણે કેસો ની વિગત
અમદાવાદ 43
ગાંધીનગર 13
સુરત 12
બરોડા 9
રાજકોટ 10
કચ્છ 1
ભાવનગર 9
મહેસાણા 1
ગીર સોમનાથ 2
પોરબંદર 3
પંચમહાલ 1
પાટણ 1
આમ ગુજરાતમાં જે પણ કેસો આજે સામે આવ્યા છે તે તમામ લોકલ transmit ના કેસો હોય તેવું પણ સામે આવ્યું છે ત્યારે હવે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં j5 વિસ્તારો કોસ્ટલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પોલીસ વિભાગને પણ કડક સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે k આ વિસ્તારમાં સંપૂર્ણ lockdown કરવામાં આવે.